મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના લાલબાગ સેવા સદનમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ !: આમ આદમી પાર્ટી


SHARE







મોરબીના લાલબાગ સેવા સદનમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ !: આમ આદમી પાર્ટી

મોરબી જિલ્લામાં આવેલ લાલબાગમાં સેવાસદનમાં દર મહિને લાખો કરોડો રૂપિયાનો વહીવટ અને નોંધણી થાય છે એ જ કચેરીમાં પાયાની જરૂરી સુવિધાઓ નથી જેવી કે ટોયલેટ, બાથરૂમની સુવ્યવસ્થા નથી અને આ ઉનાળા પીવાના પાણીની સુવિધા નથી. જ્યારે અધિકારીની કચેરીમાં મિનરલ વોટરના જગ આવે છે. તેવું આમ આદમી પાર્ટીના મોરબી જિલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજાએ જણાવ્યુ છે.

વધુમાં તેઓએ કહ્યું હતું કે, લાલબાગ સેવા સદન પૂરા પટાંગણમાં એકપણ સીસીટીવી કેમેરા ની સુવિધા નથી. આવારા, લૂખા, ગુંડા તત્વો દ્વારા કોઈ જાતની ચોરી, સરકારી રેકોર્ડ કે જાહેર મિલકત ને નુકશાન કરશે છે તો એનો જવાબદાર કોણ ? જ્યારે કોઈ અજાણ કે અભણ માણસ આ કચેરીમાં જાય ત્યારે ને દરેક ઓફિસના દરવાજા બંધ જોવા મળે છે. જેથી કોઈને ખબર ન પડે અંદર કોઈ છે કે નહીં તો આ અધિકારીઓને શું વાંધો હશે દરવાજો ખુલ્લો હોય તો..? આ કચેરી માં કોઈ પણ જાત ની માહિતી નોટિસ બોર્ડ નથી કે ક્યાં રૂમ માં કઈ કામગીરી થઈ છે. તો દરેક ફ્લોર પર, રૂમ નંબર સાથે, એ રૂમ માં થતી કામગીરીની વિગત લખી ને બોર્ડ લાગવા.જેથી અરજદાર ને પડતી મુશ્કેલી ઓછી થઈ શકે તેમ છે. આટલું જ નહીં અરજદારને બેસવા માટે બેસવા માટે બાંકડા નથી. બંધ પડેલ હાલતમાં સરકારી ગાડીઓ પડી છે. આજ કચેરીઓમાં કેટલાય રૂમમાં બારીઓ પણ તૂટી ગયેલી છે. કંપાઉન્ડ ની અંદર બાવળનું સામ્રાજ્ય ઊભા છે. જેથી આ તમામ બાબતોને ધ્યાને લઈને કામ કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News