મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી કચ્છ હાઇવે ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત


SHARE







મોરબી કચ્છ હાઇવે ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ટક્કર મારતા વૃદ્ધનું મોત

મોરબી કચ્છ હાઇવે રોડ ઉપર આવેલ આરામ હોટલની સામેના ભાગમાંથી વૃદ્ધ પોતાનું બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે ટ્રક ટ્રેલરના ચાલકે તેઓના બાઈકને પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં વૃદ્ધને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી તેનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી મુજબ માળિયા મીયાણા નજીક આવેલ નવા હંજીયાસર મોવરવાસમાં રહેતા અનવરભાઈ સિદ્દીકભાઈ જેડા (31)એ ટ્રક ટેલર નંબર જીજે 12 બિઝેડ 8639 ના ચાલક સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યું છે કે તેઓના પિતા કચ્છ મોરબી હાઇવે રોડ ઉપર આવેલ આરામ હોટલની સામેથી પોતાનું બાઈક નંબર જીજે 36 એએચ 3772 લઈને માળીયા બાજુ ખરીદી કરવા માટે જતાં હતા ત્યારે ફરિયાદીના પિતા સીદીકભાઈ ગગાભાઈ જેડા (60) ના બાઇકને ટ્રક ટેલરના ચાલકે પાછળથી ઠોકર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં ફરિયાદીના પિતાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેનું મોત નીપજ્યું હતું જે બનાવ સંદર્ભે હાલમાં મૃતકના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે






Latest News