મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને અજુગતુ પગલુ ભરી લેતા સારવારમાં


SHARE







મોરબી નજીક કારખાનાના લેબર કવાર્ટરમાં યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ

મોરબીના હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ નજીક સિરામિક કારખાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાને કોઈ કારણોસર લેબર ક્વાર્ટરનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો અને ત્યારબાદ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ હળવદ તાલુકાના ઇંગોરાળા ગામના રહેવાસી અને હાલમાં હળવદ હાઇવે રોડ ઉપર આવેલ ઉંચી માંડલ ગામ પાસે ટેસા સેનેટરી નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા હકાભાઇ બહાદુરભાઇ સીતાપરા જાતે કોળી (48એ લેબર ક્વાર્ટરનો દરવાજો અંદરથી બંધ કરી લીધો હતો અને ત્યારબાદ ગળાફાંસો ખાવાનો પ્રયાસ કર્યો હતો જે અંગેની તાત્કાલિક જાણ થઈ જતા તેઓને મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ શિવમ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેમને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે

યુવાન  સારવારમાં

હળવદના રહેવાસી સુભાન ઉમરદિનભાઈ બાબરીયા (35) નામનો યુવાન બાઇકમાં નીચી માંડલ ગામ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ઇકો ગાડીના ચાલકે પાછળથી તેના બાઇકને હડફેટે લીધું હતું જેથી અકસ્માત થયો હતો અને તે બનાવમાં યુવાનને ઇજા થહતી જેથી તેને 108 મારફતે સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના ખોખરા હનુમાન રોડ ઉપર આવેલ એરટીકા સીરામીક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા સુરેન્દ્ર (27) નામના યુવાને કોઈ અગમ્ય કારણોસર પોતે પોતાની જાતે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવી હતી.






Latest News