વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીના પ્રેમજીનગરમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં મકનસર પાસેના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનનું સારવાર  દરમ્યાન રાજકોટ ખાતે મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટયો હતો અને હત્યાના આ બનાવમાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં માવાના બાકી પૈસાના મુદદે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગુલાબ વેલજીભાઇ શેખવા, જયેશ વેલજીભાઇ સેખવા સહિત કુલ મળીને છ વ્યક્તિને બંને પક્ષે ઇજાઓ થઈ હતી જેમાં વેલજીભાઇ નથુભાઇ શેખવા (૫૫) રહે.પ્રેમજીનગર હનુમાન મંદિરની પાસે વાળાએ મારામારીની અગાઉ ચુનીલાલ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજીભાઈ વઘોરા, હસમુખભાઈ મોહનભાઈ વઘોરા રહે. બધા પ્રેમજીનગર મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી ત્યાર બાદ રાજકોટ ખાતે ઇજા પામેલ ગુલાબભાઈ વેલજીભાઇ શેખવા (૨૯)નું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટયો હતો આ ગુનામાં પોલીસે અગાઉ ચુનીલાલ ક્માભાઈ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા અને રાકેશ ચુનીલાલ વઘોરાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારે આરોપી સુરેશ ચુનીલાલ વધોરાને કોરોના પોઝિટિવ હોવાથી તેને પકડવામાં આવેલ ન હતો જો કે, હાલમાં આરોપી સુરેશ ચુનીલાલ વધોરાની ધરપકડ કરવામાં આવી છે




Latest News