વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં સ્વતંત્રતા આંદોલન વિષય ઉપર રંગોળી સ્પર્ધાનુ આયોજન


SHARE







મોરબી જીલ્લામાં સ્વતંત્રતા આંદોલન વિષય પર રંગોળી સ્પર્ધાનુ આયોજન
 
સંસ્કૃતિ મંત્રાલય ભારત સરકાર દ્વારા આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીમાં  “આઝાદીકા અમૃત મહોત્સવ” અંતર્ગત જિલ્લા કક્ષા તથા રાજ્ય કક્ષા રંગોળી સ્પર્ધા” નું આયોજન હાથ ધરવામાં આવેલ છે. આ સ્પર્ધા માં ભાગ લેવા અંગે ઓનલાઇન રજીસ્ટ્રેશન ની પ્રક્રિયા શરૂ કરવામાં આવેલ છે તથા ભાગ લેવા ઇચ્છુક સ્પર્ધકો ૧૫ ડિસેમ્બર સુધીમાં પોતાનું  રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

રંગોળી સ્પર્ધામાં સ્પર્ધકે નિયત કરેલ સ્થળ પર રંગોળી બનાવવાની રહેશે. આ રંગોળીનો મુખ્ય વિષય સ્વતંત્રતા આંદોલન રહેશે જેમાં સ્વતંત્રતા સંગ્રામના સહિદો અને તેને લગતા પ્રસંગોની રંગોળી બનાવવાની રહેશે. આ રંગોળી સ્પર્ધામાં ૧૬ થી ૪૫ વર્ષનાં તમામ ભારતીયો માટે ખુલ્લી છે. આ સ્પર્ધા માં ભાગ લેનાર સ્પર્ધકે નિર્ધારીત નિયમો અનુસાર રંગોળી બનાવવાની તમામ સામગ્રી જાતે લાવવાની રહેશે. રંગોળી સ્પર્ધામાં પેન્સિલ/ચોક નો ઉપયોગ થઇ શકશે નહિ. તમામ સ્પર્ધક ને ૪x૪ ફૂટની જગ્યા રંગોળી બનાવવા માટે આપવામાં આવશે અને આ રંગોળી સ્પર્ધકે ૧૫૦ મિનિટ (અઢી કલાક)માં પુર્ણ કરવાની રહેશે. આ સ્પર્ધા ત્રણ સ્ટેજમાં યોજવામાં આવનાર છે. જિલ્લાકક્ષાની સ્પર્ધા જે તમામ જિલ્લાઓમાં તા.૧૪/૦૧/૨૦૨૨ સુધીમાં અચુક યોજવામાં આવશેરાજયકક્ષાની સ્પર્ધા તા.૨૦/૦૧/૨૦૨૨ થી તા.૨૮/૦૧/૨૦૨૨ સુધીમાં યોજવામાં આવશેરાજયકક્ષાની સ્પર્ધામાં વિજેતા થયેલ કલાકરોની રાષ્ટ્રીયકક્ષાની સ્પર્ધા તા.૦૫/૦૨/૨૦૨૨ ના રોજ નવી દિલ્હી ખાતે યોજાશે આ સ્પર્ધામાં ભાગ લેવા અંગેનું રજીસ્ટ્રેશન ૧૫ ડિસેમ્બર-૨૦૨૧ સુધીમાં  http://amritmahotsav.nic.in/rangolimaking-competition.htm વેબસાઇટ પર તથા સાદા કાગળમાં પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ્સ સાથે નામસરનામુંમોબાઈલ નંબરવિગત લખી જિલ્લા યુવા વિકાસ અધિકારીના ઇ-મેઈલ આઈડી: dydomorbi36@gmail.com પર કરાવી આથી જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી  દ્વારા જણાવવામાં આવેલ છે.




Latest News