વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના પંચાસર રોડે યુવાનની હત્યા કરનારા ગજની જેલ હવાલે


SHARE







મોરબીના પંચાસર રોડે યુવાનની હત્યા કરનારા ગજની જેલ હવાલે

મોરબીના પંચાસર રોડ ઉપર યુવાને ગાળ દેવાની ના પાડવા જેવી નજીવી બાબતે યુવાન ઉપર છરી વડે હુમલો કરવામાં આવેલ હતો અને આ યુવાનને છરીનો જીવલેણ ઘા મારી દેવામાં આવ્યો હતો જેથી કરીને સારવાર મળે તે પહેલા જ આ યુવાનનું મોત નીપજયું હતું અને આ બનાવમાં મૃતકના કાકાની ફરિયાદ લઈને પોલીસે હાલમાં આરોપીની ધરપકડ કરીને પોલીસે તેના રિમાન્ડ મેળવ્યા હતા અને આરોપીના રિમાન્ડ પૂરા થતાં તેને જેલા હવાલે કરવામાં આવેલ છે

મોરબીના ભગવતીપરા વિસ્તારમાં રહેતો નવઘણ હરેશભાઈ અજાણા નામના યુવાનને મોહસીન ઉર્ફે ગજની કરીમ પીંજારા રહે.પંચાસર રોડ મોરબી વાળાએ ગાળો આપીને છરીનો ઘા ઝીકયો હતો જેથી કરીને ઇજાગ્રસ્ત નવઘણને સારવાર માટે મોરબી સિવિલે લઈને આવ્યા હતા જો કે, સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજયું હતું જેથી કરીને મૃતકના કાકા મનુભાઈ અજાણાની ફરિયાદ લેવામાં આવી હતી અને તેના આધારે પોલીસે મોહસીન ઉર્ફે ગજની કરીમ પીંજારાની ધરપકડકરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ મેળવ્યા હતા અને તે રિમાન્ડ પૂરા થતાં મોરબી પોલીસે આરોપીને જેલ હવાલે કરેલ છે




Latest News