મોરબીમાં જુગાર રમતા 4 મહિલા સહિત કુલ 10 પકડાયા: 14,200 ની રોકડ કબ્જે રોજગારીની ઉત્તમ તક-મોરબી ITI ખાતે સિરામિક ઉદ્યોગલક્ષી ટૂંકાગાળાના કોર્સમાં પ્રવેશ શરૂ મોરબી  ગ્રાહક સુરક્ષા મંડળની  જેહમતથી ખરાબ ફ્રીજની રકમ વ્યાજ સહિત પરત કરવાં હુકમ મોરબીના મકનસર ગામ પાસે ટ્રક નીચે ચગડાઈ જવાથી યુવાનનું મોત કેમ મારી સાથે વાત નથી કરતો, પાવર આવી ગયો છે તેવું કહીને મોરબીના શનાળા ગામે યુવાનને મારમાર્યો મોરબીમાં ઉમા ટાઉનશીપ નજીક ઉંચા આવજે ડીજે વગાડતા બે શખ્સોની સામે ગુનો નોંધાયો હળવદના કડીયાણા ગામેથી બોગસ ડોક્ટર ઝડપાયો હળવદમાં કાર ચાલકે અચાનક વળાંક લેતા સર્જાયેલ અકસ્માતમાં બાઇક ચાલકને ગંભીર ઇજા: જુના ઘાટીલામાં નોટના નંબર આધારે જુગાર રમતા બે પકડાયા
Breaking news
Morbi Today

 મોરબી પંથકમાં સસ્તામાં સોનાનું બિસ્કિટ-અમેરિકન ડોલર દેવાનું કહીને છેતરપિંડી કરનારા આરોપીઑના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર


SHARE







 મોરબી પંથકમાં સસ્તામાં સોનાનું બિસ્કિટ-અમેરિકન ડોલર દેવાનું કહીને છેતરપિંડી કરનારા આરોપીઑના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર

મોરબી પંથકમાં સસ્તામાં સોનાનું બિસ્કિટ અને અમેરિકન ડોલર આપવાનું કહીને લોકોની સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી જેની માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાઈ હતી તેના આધારે પોલીસે આ ગેંગના ત્રણ સાગરીતોને ૨૦ લાખના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને તે આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા જેથી કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરેલ છે

મોરબી જીલ્લામાં યેનકેન પ્રકારે છેતરપિંડી કરવામાં આવતી હોય છે તેવામાં માળીયા મિયાણા તાલુકામાં હરીપર ગોલાઇ પાસે મોરબી તાલુકાનાં લક્ષ્મીનગર ગામે રહેતા બીપીનભાઇ અરજણભાઇ પરમારને અમેરીકન ડોલર અડધી કીંમતમાં આપવાના બહાને એક ત્રિપુટી દ્વારા ગત તા.૧૭-૧૧ ના રોજ બોલાવવામાં આવ્યા હતા અને તેઓને અમેરીકન ડોલરનું બંડલ બતાવી તેઓ ડોલરનું બંડલ ગણતા હતા ત્યારે જે આરોપીઓ ડોલર આપવા માટે આવ્યા હતા તેના જ અન્ય સાગરીતો પોલીસ બની ત્યાં રેઇડ કરવા માટે આવ્યા હતા અને તેઓની પાસેથી રોકડા રૂપીયા ૪,૫૦,૦૦૦ ની રકમ વિશ્વાસધાત કરીને લઈ લીધી હતી અને અમેરીકન ડોલરની નોટોનું બંડલ બીપીનભાઇને છેતરપીંડી કરવા બતાવેલ હતું તે પણ આરોપીઓ સાથે લઈને જતાં રહ્યા હતા જેથી કરીને બિપિનભાઈએ માળીયા તાલુકા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરેલ છે અને બાકીના પાંચ આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

મોરબી એલસીબી.ની ટીમે હાસમભાઇ કરીમભાઇ મૌવર રહે. વીસીપરા મોરબી વાળો તેના સાગરીતો સાથે રાખી લાલ કલરની કીયા કાર લઇ માળીયા તરફ જનાર છે. જેને અગાઉ અનેક વખત અમેરીકન ડોલર તથા સોનાના બીસ્કીટ બતાવી લોકો સાથે છેતરપિંડી કરેલ છે જે હકીકત આધારે મુકેશભાઇ ઉર્ફે લાલોહાસમભાઇ કરીમભાઇ મૌવર અને ઇમ્તીયાઝ યુનુસભાઇ અજમેરી પીંજારાની રોકડા રૂપીયામોબાઇલ ફોનઅમેરીકન ડોલરપીળી ધાતુના બીસ્કીટ સાથે ધરપકડ કરવામાં આવી હતી આ ગુનામાં અનવરભાઇ બચુભાઇ જામ, સાજીદ મૌવર, સલીમભાઇ, શબ્બીર જામનમામદ અને મહેબુબભાઇને પક્દ્વના બાકી છે જેથી કરીને આ આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરવામાં આવેલ છે અને હાલમાં જે આરોપીને પકડેલા છે તેને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તેના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કરતાં છે જેથી આ ગેંગે કેટલાને શિકાર બનાવ્યા છે અને કોણ કોણ આ ગુનામાં સંડોવાયેલ છે તે દિશામાં પોલીસ દ્વારા તપાસ કરવામાં આવશે 






Latest News