મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં બેલા અને ટિંબડી ગામ પાસે જુગારની બે રેડ, ચાર શખ્સ પકડાયા


SHARE







મોરબી તાલુકાનાં બેલા અને ટિંબડી ગામ પાસે જુગારની બે રેડ, ચાર શખ્સ પકડાયા

મોરબીના બેલા ગામની સીમ અને ટિંબડી ગામના તળાવ પાસે જાહેરમાં જુગારની જુદીજુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને ચાર શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે રોકડ સાથે તેને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના બેલા ગામની સીમમાં સીએનજીના પંપની સામેના ભાગમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ઈમરાનભાઇ વલીમંમદભાઇ કટારીયા (30) રહે. કુલીનગર-1 મોરબી તથા હિમાંશુભાઈ ભરતભાઈ બાવળીયા (21) રહે મહેન્દ્રનગર ચોકડી સીએનજી પમ્પની સામે મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હતા અને જેથી તેની પાસેથી 1210 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધવામાં આવ્યો છે આવી જ રીતે મોરબી તાલુકાના ટિંબડી ગામના તળાવ પાસે જાહેરમાં જુગાર રમતા હતા ત્યાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા અલ્તાફભાઈ અનવરભાઈ પઠાણ (19) રહે, વીસીપરા સ્મશાન પાસે મોરબી અને અલ્તાફભાઈ હુસેનભાઈ જિંગિયા (24) રહે. વીસીપરા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી 510 રૂપિયાની રોકડ કબજે કરી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News