મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ભારે કરી: પ્રેમસબંધની પત્નીને જાણ થઈ જતાં પરણિત યુવાને જીવનનો અંત આણ્યો


SHARE







ભારે કરી: પ્રેમસબંધની પત્નીને જાણ થઈ જતાં પરણિત યુવાને કર્યો આપઘાત

વાંકાનેરના માટેલ ગામની સીમમાં આવેલ સીરામીક કારખાના લેબર ક્વાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા યુવાનના લગ્ન થઈ ગયા હતા જોકે તેને તેના વતનની કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હતો અને તેની જાણ તે યુવાનની પત્નીને થઈ જતા યુવાનને મનોમન લાગી આવ્યું હતું જેથી તેણે લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જે બનાવની હોસ્પિટલેથી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ ઝારખંડના રહેવાસી અને હાલમાં મોરબી જિલ્લામાં માટેલ ગામ નજીક આવેલ સિંબોસા સિરામિક કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને મજૂરી કામ કરતા સુખરામ ગુડ્ડુભાઈ લોહાર (22) નામના યુવાને લેબર કવાર્ટરની અંદર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી તેના મૃતદેને તાત્કાલિક વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ હોસ્પિટલેથી આ બનાવ અંગેની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને આ બનાવની આગળની વધુ તપાસ એ.આર. બેરાણી ચલાવી રહ્યા છે અને પોલીસ પાસેથી મળતી વિગત પ્રમાણે મૃતક યુવાનના લગ્ન થઈ ગયા હતા જોકે તેને પોતાના વતન બાજુની કોઈ છોકરી સાથે પ્રેમ સંબંધ હોય જે અંગેની જાણ તેના પત્નીને થઈ ગઈ હતી જેથી યુવાનને મનોમન લાગી આવતા તેણે અંતિમ પગલું ભર્યું છે તેવી વિગત પ્રાથમિક તપાસમાં સામે આવેલ છે જેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News