મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની બે રેડ: 14 બોટલ દારૂ કબજે, એક આરોપી પકડાયો-બેની શોધખોળ


SHARE







મોરબીમાં દારૂની બે રેડ: 14 બોટલ દારૂ કબજે, એક આરોપી પકડાયો-બેની શોધખોળ

મોરબી શહેરના લાતી પ્લોટ શેરી નંબર 11 માં રહેણાંક મકાન પાસે તથા નવા ડેલા રોડ ઉપર દારૂની જુદી-જુદી બે રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની 14 બોટલો પોલીસ દ્વારા કબજે કરવામાં આવી છે અને હાલમાં એ આરોપીને પકડવામાં આવે છે અને બે શખ્સોના નામ સામે આવ્યા હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મોરબીના લાતી પ્લોટ શેરી નંબર 11 માં ઇમરાન ટિયાના મકાન પાસે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની 11 બોટલો મળી આવતા પોલીસે 7,700 ની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી જોકે પોલીસ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપર આરોપી હાજર ન હોવાથી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇમરાન ઉર્ફે નાનકો સલીમભાઇ કટિયા રહે. લાતી પ્લોટ શેરી નંબર 11 જોન્સનગરના ઢાળિયા પાસે મોરબી વાળા સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે આવી જ રીતે મોરબીના નવાડેલા રોડ ઉપર એક દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની છ બોટલો સાથે પોલીસે આરોપી તોફિકભાઈ કરીમભાઈ ખોખર (32) રહે. જુના બસ સ્ટેશન પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન તેણે આ દારૂની બોટલો કાનભા ગઢવી રહે. વાવડી રોડ મોરબી વાળા પાસેથી મેળવીને પોતાની પાસે રાખી હોવાનું કહયું હતું જેથી હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે આ બંને શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે અને દારૂ આપનાર શખ્સને પકડવા માટે પોલીસે તજવીજ શરૂ કરી છે






Latest News