મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લીલપર રોડે આવાસ યોજનામાં જુગારની રેડ પડતાં નાસભાગ, ત્રણ પકડાયા-એક ફરાર: મતવાવાસમાં ઘરમાંથી દારૂની બે બોટલ સાથે એક પકડાયો


SHARE











મોરબીના લીલપર રોડે આવાસ યોજનામાં જુગારની રેડ પડતાં નાસભાગ, ત્રણ પકડાયા-એક ફરાર: મતવાવાસમાં ઘરમાંથી દારૂની બે બોટલ સાથે એક પકડાયો

મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનાના મકાન પાસે જાહેરમાં જુગારની રેડ કરી ત્યારે ત્યાં સ્થળ ઉપર જુગાર રમી રહેલા ચાર શખ્સોમાં નાશ ભાગ ચી ગઈ હતી જો કે, પોલીસે ત્રણ શખ્સોની 11,900 ના મુદ્દામાલ સાથે ધરપકડ કરેલ છે અને એક શખ્સ નાસી છૂટ્યો છે જેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી એ ડિવિઝન પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લીલાપર રોડ ઉપર આવેલ સરકારી આવાસ યોજનામાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપર જુગાર રમી રહેલા ચાર શખ્સોમાં નાસભાગ મચી ગઈ હતી જોકે પોલીસ જ સ્થળ ઉપરથી ત્રણ શખ્સોનેપકડ્યા છે જેમાં ભરતભાઈ રમેશભાઈ બાટી (24) રહે. લીલાપર રોડ કડિયાવાસ મોરબી, ન્ની નીતિનભાઈ કાંજીયા (21) રહે. ચાર માળિયા લીલાપર રોડ મોરબી, ન્ની વિજયભાઈ ડાભી (19) રહે. ચાર માળિયા લીલાપર રોડ મોરબી વાળાનો સમાવેશ થાય છે અને તેની પાસેથી પોલીસે રોકડા રૂપિયા 1900 તથા 10 હજાર રૂપિયાની કિંમતના બે મોબાઈલ ફોન આમ કુલ મળીને 11,900 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે અને પોલીસે રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી આફતાફ હાજીભાઇ સમા રહે. મોરબી વાળો નાસી ગયેલ હોય તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

બે બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

મોરબી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના મતવાવાસ ગેબનશાપીરની દરગાહ પાસે રહેતા યાસીનભાઈ કુરેશીના કબજા ભોગવટા વાળા મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે બોટલો મળી આવી હતી જેથી પોલીસે 2214 ની કિંમતની દારૂની બોટલો તથા 5 હજાર રૂપિયાની કિંમતનો મોબાઈલ ફોન આમ કુલ મળીને 7214 ની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે યાસીનભાઈ સીદ્દીકભાઇ કુરેશી (23) રહે. મતવાવાસ ગેબનશા પીરની દરગાહ પાસે મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.






Latest News