મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી વિહીપ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ


SHARE







મોરબી વિહીપ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની માંગ

પશ્ચિમ બંગાળમાં વકફ કાયદાના વિરોધની આડમાં હિંસા ફાટી નિકળી છે જેથિ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. આ અંગે આજે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા મોરબી જિલ્લા કલેક્ટર કે.બી. ઝવેરી મારફતે રાષ્ટ્રપતિને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.

મોરબીમાં આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે આવેદનપત્ર આપવામાં આવ્યુ  તેમા જણાવ્યુ છે કે, સંસદમાં વકફ કાયદો પસાર થયા બાદ તેના વિરોધની આડમાં સમગ્ર પશ્ચિમ બંગાળમાં હિંસા ફાટી નિકળી છે. અને હિંદુઓને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે ત્યારે મુર્શિદાબાદથી શરૂ થયેલી હિંસા સમગ્ર પશ્ચિમ બંગાળમાં ફેલાઈ રહી છે. અને સ્થાનિક સરકાર આવાતત્વોને છૂટ આપી રહી છે. માટે હિંસા ફેલાવનારા  તત્વોને કડક સજા કરવામાં આવે અને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લગાવવામાં આવે તેવી માંગ કરેલ છએે અને જે હિંસા કરવામાં આવી છે તેની તપાસ એનઆઇએ દ્વારા કરાવવી જોઈએ તેવી માંગ કરેલ છે.






Latest News