મોરબી જીલ્લા પંચાયત દ્વારા રેલ્વે ભરતી બોર્ડની મોક પરીક્ષા માટે ત્રણ કેન્દ્ર નિશ્ચિત કરાયા
મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના રૂપિયા આપી યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવવાના ગુનામાં વધુ એક આરોપી સામે કાર્યવાહી
SHARE
મોરબીમાં ધંધા માટે હાથ ઉછીના રૂપિયા આપી યુવાનને વ્યાજનાચક્રમાં ફસાવવાના ગુનામાં વધુ એક આરોપી સામે કાર્યવાહી
મોરબીમાં યુવાનને ધંધા માટે રૂપિયાની જરૂર હતી જેથી તેના મિત્રને વાત કરી હતી ત્યાર બાદ મિત્રના કહેવાથી જેની પાસેથી હાથ ઉછીના બે લાખ રૂપિયા લીધા હતા તેને 10 ટકા વ્યાજ લેવાની વાત કરી હતી અને બાદમાં વ્યાજના રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને યુવાનની વડીલોપાર્જિત ખેતીની જમીનનો સોદાખત કરાવી લઈને ધાક ધમકીઓ આપી હતી અને જમીન પડાવી લેવા માટે નોટિસ આપવામાં આવેલ હતી જેથી યુવાને એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી જે ગુનામાં પોલીસે વધુ એક આરોપી સામે કાર્યવાહી કરેલ છે.
મોરબીમાં આવેલ અંજનીપાર્કમાં રહેતા રવિરાજ જગદિશભાઈ દેત્રોજા (22)એ અગાઉ ભાવેશભાઇ હરીભાઇ દેવાયતકા, જયદિપભાઇ બાબુભાઇ બસીયા અને રાજેશભાઇ લાખાભાઇ સોઢીયા સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને ફરિયાદ કરેલ છે જેમાં જણાવ્યુ હતું કે, દોઢેક વર્ષ પહેલા ફ્યુમીકેશન તથા સીરામીક રો-મટીરીયલનો ધંધો ચાલુ કરવા માટે પિતાએ રૂપિયાનો ટેકો કર્યો હતો. અને ધંધા માટે રૂપિયાની જરૂર ઊભી થયેલ હતી જેથી તા.20/1/24 ના રોજ ફરિયાદી તેના મિત્ર ભાવેશભાઈ હરીભાઈ દેવાયતકા મારફતે જયદિપભાઈ બાબુભાઈ બસીયાનો સંપર્ક થયો હતો અને હાથ ઉછીના બે લાખ રૂપિયા બેંકના બે કોરા ચેક લઈને રવાપર ચોકડીએ આપેલ હતા. ત્યાર બાદ માસિક 10 ટકા લેખે વ્યાજ આપવું પડશે અને લખાણ આપવુ પડશે અને વ્યાજ ન આપી શકે તો અમે કહિ તેમ તારે કરવું પડશે તેવું કહ્યું હતું
ત્યાર બાદ ભાવેશ તથા જયદીપએ ફરિયાદીને ખેતીની જમીન વિષે પૂછયું હતું અને ત્યારે યુવાને ખેતીની જમીન નથી તેવું કહ્યું હતું જો કે આ બંને શખ્સો ફરિયાદીની ખેતીની જમીનના 7-12 અને 8-અ ના દાખલાની ઝેરોક્ષ લઈને આવ્યા હતા પછી તા 16/2/24 ના રોજ આ બંને શખ્સ લાલપર પાસે આવેલ રીયલ પ્લાઝામાં ફરિયાદીની ઓફિસે આવ્યા હતા અને “તારે અમે કહીએ તેમ કરવું પડશે” તેવું કહીને તેની જમીનનો જમીનનો સૌદાખત કરી આપવા કહ્યું હતું ત્યારે યુવાને ના પડી હતી જેથી ઊભા ઊભા વ્યાજના રૂપિયાની ઉઘરાણી કરી હતી. ત્યારે બાદ ત્રણેય આરોપી તેમની ગાડીમાં ફરિયાદીને સબ રજીસ્ટ્રાર કચેરીએ લઈ ગયા હતા. અને ફરિયાદીની માણેકવાડા ગામે આવેલ ખેતીની જમીનમાંથી આશરે છ વિદ્યા જમીનનુ સોદાખત રાજેશભાઈ લાખાભાઈ સોઢીયા રહે. મુળ કુંતાસી તાલુકો માળીયા વાળાના નામે કરાવ્યુ હતું. જો કે તેની સાથે કોઈ રૂપીયાની લેવડ-દેવડ ફરિયાદી કરેલ ન હતી.
હાલના ફરિયાદીએ બે લાખની સામે કુલ મળીને 13 લાખ રૂપિયા આપી દીધેલ હતા છતા જયદિપએ કહેલ કે, હજુ આપણો હિસાબ બાકી જ છે. તો ફરિયાદીએ કહેલ હતું કે, હું રૂપીયા આપી શકુ તેમ નથી. ત્યારે જયદિપએ તેને ધમકી આપી હતી અને જેથી 13 લાખ રૂપીયા મુદલ, વ્યાજ અને પેનસ્લી તરીકે આપેલ હતા અને આ વાતની યુવાને તેના પિતાને વાત કરી હતી. અને છ મહીના પહેલા જયદિપએ ફરિયાદીના પિતાને ફોન કરીને કહ્યું હતું કે “મારે તમારા દિકરા રવિરાજ પાસેથી રૂપીયા ચાર લાખ લેવાના છે અને તેના સહિ વાળા બે કોરા ચેક લીધેલ છે તે મારી પાસે છે”. ત્યાર બાદ વધુ એક વખત સમાધાન કરવા માટે ભાવેશભાઈ દેવાયતકાની ઓફીસે ફરિયાદી અને તેના પિતા તેમજ મહેશભાઈ દેત્રોજા તથા દિપકભાઇ દેત્રોજા ગયા હતા અને 9 લાખ રૂપીયા આપીને સમાધાન કર્યું હતું
ત્યાર બાદ આરોપી ભાવેશભાઈએ ફરિયાદીના પિતાને ફોન કરીને કહ્યું હતું કે, તમારા દિકરા રવિરાજે રાજેશભાઇ સોઢીયાને તમારી માણેકવાળાની ખેતીની જમીનનો પાંચમો હિસ્સો વેચાણ કરીને સોદાખત કરી આપેલ છે. અને તેની રાજેશભાઈ સોઢીયાએ ફોન કરીને સોદાખતની પી.ડી.એફ. ફાઇલ મોકલેલ હતી આમ જયદિપભાઈ બાબુભાઈ બસીયા, ભાવેશભાઈ હરીભાઇ દેવાયતકા અને રાજેશભાઈ લાખાભાઈ સોઢીયાએ ઉછીના રૂપિયા બે લાખ આપીને વ્યાજમાં ફસાવીને ફરિયાદી પાસેથી લાખો રૂપિયા પડાવી લીધેલ હતા જે ગુનામાં પહેલા પોલીસે આરોપી ભાવેશભાઇ હરીભાઇ દેવાયતકા અને જયદિપભાઇ બાબુભાઇ બસીયાની ધરપકડ કરી હતી અને હાલમાં આરોપી રાજેશભાઇ લાખાભાઇ સોઢીયા (45) રહે. કુંતાસી તાલુકો માળીયા મિયાણાં વાળો આગોતરા જામીન સાથે પોલીસ સમક્ષ રજૂ થતાં પીએસઆઈ સી.એસ.સોંદરવાએ તેની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ હતી.