મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના આધેડને યુ.સી.ડી. શાખા દ્વારા આજીવિકા મિશન યોજના હેઠળ લોન સહાય અર્પણ


SHARE







મોરબીના આધેડને યુ.સી.ડી. શાખા દ્વારા આજીવિકા મિશન યોજના હેઠળ લોન સહાય અર્પણ

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખાની દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના હેઠળ બેંક મારફત લોન સહાય આપવામાં આવેલ છે.

મોરબી મહાનગરપાલિકાની યુ.સી.ડી. શાખા દ્વારા પંડિત દીનદયાળ અંત્યોદય આજીવિકા મિશન યોજના અંતર્ગત સ્વરોજગાર લોન સહાય ઘટક હેઠળ મહાનગરપાલિકા વિસ્તારના લોકો માટે નાના પાયે ધંધો-રોજગાર શરુ કરવા માટે બે લાખ સુધીની બેંક મારફત લોન સહાય આપવામાં આવે છે આ યોજનામાં બે લાખની લોન પર ૭ % વ્યાજ પર સરકાર દ્વારા સબસીડી આપવામાં આવે છે મહાનગરપાલિકાના વોર્ડ નં ૧૧ ના મકરાણી વાસ વિસ્તારમાં રહેતા આગરીયા સલીમભાઈ જીવાભાઈ દ્વારા યુ.સી.ડી. શાખામાં પેસેન્જર રિક્ષા માટેની અરજી કરેલ હતી જે અરજી બેંક ઓફ બરોડા, કેપિટલ માર્કેટ બ્રાંચ દ્વારા મંજુર કરી તેઓને બે લાખની લોન સહાય મળેલ જે લોન મળતા તેઓની આજીવિકા અને આર્થિક પરિસ્થિતિમાં સુધાર આવેલ લોન મળ્યા બદલ આ અંગે તેઓએ સંતોષ વ્યક્ત કર્યો હતો.

ટંકારામાં ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી જિલ્લા રોજગાર વિનિમય કચેરી દ્વારા આગામી તા.૧૫-૦૪-૨૦૨૫ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે, રાજકોટ મોરબી હાઇવે, રામદેવપીરના મંદિરની બાજુમાં, આઈ.ટી.આઈ. ટંકારા ખાતે તાલુકા કક્ષાના ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ ભરતી મેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક/ એસએસસી/ એચએસસી/ આઇટીઆઇ/ સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ ઉમેદવારો ભરતી મેળામાં ઉપસ્થિત રહી શકશે.






Latest News