મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના વાવડી ગામેથી ચોરી થયેલ બાઈકનો વિમો આપવા ગ્રાહક કોર્ટે કર્યો આદેશ


SHARE







મોરબીના વાવડી ગામેથી ચોરી થયેલ બાઈકનો વિમો આપવા ગ્રાહક કોર્ટે કર્યો આદેશ

મોરબીના નાની વાવડી ગામના પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલાનું મોટર સાયકલ ચોરી કરવામાં આવ્યું હતું અને તેમણે એચડીએફસી વિમા કંપનીનો વિમો લીધેલ હતી જો કે વીમા કંપનીએ વીમો આપવાની ના પડી હતી જેથી કરીને શહેર/જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કરવામાં આવેલ હતો અને ગ્રાહક અદાલતે ૫૧,૯૭૫ રૂપિયા ૬ ટકાના વ્યાજ સાથે તા. ૩-૮-૨૦૨૩થી ચુકવવાનો આદેશ કરેલ છે.

આ કેસની વિગત એવીછે કે, નાનીવાવડીના વતની પ્રદિપસિંહ બહાદુરસિંહ ઝાલા તા.૨૪-૯-૨૦૨૨ ના રોજ રાત્રે પોતાના કામ પરથી ઘરે પરત આવેલ અને મોટર સાયકલ પોતાની શેરીમાં મૂક્યું હતું અને રાતના સમયે તેની ચોરી કરવામાં આવી હતી જે બાઈકનો વિમો એચડીએફસીએ રંગો જનરલ ઈન્સ્યુરન્સનો હતો જેથી તેણે વિમા કંપનીને બાઇક ચોરીની જાણ કરેલ હતી જો કે, વિમા કંપનીએ એવી દલીલ કરેલ કે “વાહન ચોરાયાની ફરિયાદ મોડી કરેલ હોઈ વિમો મળે નહી”  આ બાબતે તેમણે મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ મારફત મોરબી જિલ્લાગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેસ દાખલ કર્યો હતો અને કોર્ટે જણાવેલ હતું કે ફરિયાદીએ વાહન ચોરાયુ ત્યારે તાત્કાલીક જે તે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ કરી હતી જો કે, પોલીસે ફરિયાદ કરવા માટે સાતથી આઠ દિવસ રાહ જોવા માટે કહ્યું હતું જેમાં ગ્રાહકનો કોઈ દોષ નથી વિમા કંપનની સેવામાં ખામી છે માટે વિમા કંપનીએ ગ્રાહકને ૫૧,૯૭૫ રૂપિયા ૬ ટકાના વ્યાજ સાથે તા. ૩-૮-૨૦૨૩ થી ચુકવવા અને ફરિયાદીને ૫૦૦૦ ખર્ચના આપવા તેવો ચુકાદો કર્યો હતો. કોઈપણ ગ્રાહકે પોતાનું વાહન ચોરાઈ જાય કે સળગી જાય તો તાત્કાલીક પોલીસ સ્ટેશનમાં કરિયાદ નોંધાવવી અગર તો અરજી આપવી જોઈએ તેવું ગ્રાહક મંડળના પ્રમુખ લાલજીભાઈએ કહ્યું છે.






Latest News