મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના રવાપર ગામે સગીરવયની મોટી બહેન સાથે દુષ્કર્મ, નાની બહેનની છેડતી: ગુનો નોંધાતા તપાસ શરૂ


SHARE











મોરબીના રવાપર ગામે સગીરવયની મોટી બહેન સાથે દુષ્કર્મ, નાની બહેનની છેડતી: ગુનો નોંધાતા તપાસ શરૂ

મોરબી નજીકના રવાપર ગામે રહી મજૂરી કામ કરતા મૂળ ચોટીલાના પરિવારની સગીરવયની બે દીકરીઓ સાથે ખરાબ બનાવ બનેલો હોય આ અંગે હાલ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.

મળતી માહિતી પ્રમાણે મૂળ ચોટીલાના અને હાલ મોરબી નજીકના રવાપર ગામે નવા બનતા એપાર્ટમેન્ટમાં રહી મજૂરી કામ કરતાં પરિવારની સગીર વયની બે દીકરીઓ સાથે અણ બનાવ બનવા પામેલ છે.જે અંગે ફરિયાદ નોંધવામાં આવેલ છે.હાલ ઉપરોક્ત બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે મૂળ ચોટીલાના અને હાલમાં રવાપર ગામે રહીને મજૂરી કામ કરતાં પરિવારના મહિલા દ્વારા ફરિયાદ નોંધવામાં આવી છે.જેમાં જણાવવામાં આવેલ છે કે તેઓ મજૂરી કામ બાબતે મોરબીના રવાપર ગામે રહેતા હોય અને અહીં નવા બનતા એપાર્ટમેન્ટમાં રહી પાણી છાંટવા સહિતની અન્ય મજૂરીનું કામકાજ કરતા હોય ગત તા.૧૮-૩ ના રાત્રિના એકાદ વાગ્યાના અરસામાં તેઓની બે સગીર વયની દીકરીઓ જે પૈકી મોટી દીકરીની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને નાની દીકરીની સાથે શારિરીક અડપલા કરવામાં આવેલા હોય હાલ ફરિયાદ નોંધાવવામાં આવી છે.જેમાં સલીમ તાજુદ્દીન બ્લોચ રહે.વાવડી રોડ નાયરા પેટ્રોલ પંપ પાસે તા.જી.મોરબી તથા તેની સાથેના મિલન દિનેશ રાઠોડ રહે.નવલખી ફાટક પાસે મોરબી ના નામ આપવામાં આવ્યા છે.વધુમાં જણાવવામાં આવ્યા મુજબ સલીમ બલોચ દ્વારા ફરિયાદીની મોટી દીકરીની સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.જ્યારે મિલન રાઠોડ દ્વારા તેઓની નાની દીકરીની સાથે શારીરિક અડપલા કરવામાં આવ્યા હતા. હાલ આ બનાવ સંદર્ભે પોકસો, દુષ્કર્મ સહિતની કલમો હેઠળ ગુનો નોંધાવા પામેલ છે.જેથી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ આર.એસ.પટેલ દ્વારા બનાવ સંદર્ભે નોંધ કરીને આરોપીઓને પકડી પાડવા વધુ તપાસ હાથ ધરવામાં આવેલ છે.

મારામારીમા ઈજા થતા સારવારમાં

મોરબી તાલુકાના આમરણ ગામે થયેલ મારામારીના બનાવમાં ઈજા થવાથી રમેશભાઇ મેરૂભાઈ લીંબડ નામના ૫૫ વર્ષના આધેડને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.જેથી તાલુકા પોલીસ મથકના એમ.પી.ઝાલા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી. જ્યારે મોરબીના વીસીપરામાં મારામારીનો બનાવ બન્યો હતો જેમાં અલાઉદ્દીન જાકમ ભટ્ટી (૩૦) રહે.માળિયા મીંયાણા પોલીસ લાઈન પાસે ને ઇજા થતા સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.તેમજ મોરબીના હળવદ તાલુકાના રાતાભેર અને નવાગામ વચ્ચે રિક્ષા પલ્ટી મારી જવાના બનેલ બનાવમાં શિલ્પાબેન અને રાધિકાબેન રહે.બંને સરતનપર તા.જી. વાકાનેર ને ઇજાઓ પહોંચી હતી જેથી અત્રે સારવારમાં લવાયા હતા






Latest News