મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના લખધીરપુર રોડ ઉપર બાવળની કાંટમાંથી દારૂની 48 બોટલો સાથે એક શખ્સની ધરપકડ


SHARE











મોરબીના લખધીરપુર રોડ ઉપર બાવળની કાંટમાંથી દારૂની 48 બોટલો સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સાહેબ સીરામીક કારખાના તરફ જવાના રસ્તા ઉપર બાવળની કાંટમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 48 બોટલો મળી આવી હતી જેથી 28,656 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરીને એક શખ્સની ધરપકડ કરવામાં આવેલ છે

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ સાહેબ સીરામીક કારખાના તરફ જવાના રસ્તા ઉપર બાવળીની કાંટમાં દારૂનો જથ્થો હોવાની હકીકત આધારે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની 48 બોટલો મળી આવતા પોલીસે 28,656 ની કિંમત નો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી વિશાલ ઉર્ફે વિશુ ચંદુભાઈ ઉઘરેજા (22) રહે. ફૂલવાડી શાળા નંબર 7 ની બાજુમાં થાન વાળા ની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે

દેશી દારૂ બનાવવાનો આથો ઝડપાયો
માળિયા તાલુકાના હરીપર ગામના પુલ પાસે બાવળની કાંટમાં એલસીબીની ટીમ દ્વારા દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 360 લિટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 9000 રૂપિયા ની કિંમતનો મુદ્દા માલ કબજે કર્યો છે અને આ દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો આથો અકબરભાઈ હારૂનભાઈ જામ રહે. વાગડીયા ઝાપા પાસે માળિયા વાળાનું સામે આવતા પોલીસે તેની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News