મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાં લુખ્ખાઓ બેખૌફ: પગપાળા જતી સગીરાનો પીછો કરી છેલબટાઉ યુવાનોએ કરી છેડતી


SHARE







મોરબીમાં લુખ્ખાઓ બેખૌફ: પગપાળા જતી સગીરાનો પીછો કરી છેલબટાઉ યુવાનોએ કરી છેડતી

મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી કાયદો વ્યવસ્થા નિચલા સ્તરે પહોંચી હોય તેવો ઘાટ જોવા મળે છે. મારામારી, વ્યાજખોરી, છેતરપીંડી, મહિલા ઉત્પીડન સહિતના બનાવો વધી રહ્યા છે.

જેમાં વધુ એક બનાવનો ઉમેરો થયો છે. શહેરના નાની બજારમાં વિસ્તારમાંથી જતી સગીરવયની દિકરીનો ડબલ સવારીમાં આવેલ બે ઈસમોએ પીછો કર્યો હતો અને સ્પર્શ કરવા પ્રયત્ન કર્યો હતો..! જેથી ભોગ બનનારની માતાએ ફરીયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરેલ છે.

સુત્રોમાંથી જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના નાની બજાર પાસે આવેલ ચૌહાણ શેરી વિસ્તારમાંથી પગપાળા જઈ રહેલી એક સગીર વયની દિકરીનો પીછો કરવામાં આવ્યો હતો. બાઈક નંબર જીજે 36 એજી 1385માં આવેલ બે છેલબટાઉ યુવાનો દ્વારા તે સગીરાનો પીછો કરવામાં આવતો હતો.તેમજ તેણીને સ્પર્શ કરવાની કોશીષ કરવામાં આવી હતી. જેથી કરીને હાલ ભોગ બનેલ સગીરાની માતા દ્વારા મોરબી સીટી એ ડિવિઝન પોલીસ મથક ખાતે ઉપરોકત નંબરના બાઈકમાં આવેલ બે ઈસમોની સામે ફરીયાદ નોંધાવવામાં આવતા એ ડિવિઝન પીઆઈ એસ.કે. પટેલે પોકસો સહિતની કલમો હેઠળ બે સામે ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરેલ હોવાનું પોલીસ સુત્રોએ જણાવેલ છે.

વાહન અકસ્માત
 મોરબી વાંકાનેર હાઈવે ઉપર વિશાલ ફર્નિચર પાસે ત્રિપલ સવારી બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઈકમાં સવાર કરણ મકનભાઈ કંસારા (18), આશિષ મકનભાઈ કંસારા (15) અને રીતીક મુકેશભાઈ કંસારા (ઉ.19) રહે. ત્રણે વીસીપરા મોરબીને કાર નંબર જીજે 3 ઈઆર 512 સાથે અથડામણમાં ઈજા થતા 108 વડે સિવિલે સારવારમાં ખસેડાયા હતા.તેમજ કાર ચાલક દિપ જયંતિલાલ ગડારા (21) રહે. જબલપુર તા.ટંકારા વાળાને પણ આ અકસ્માતમાં ઈજા થતા સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો. બી ડિવિઝન પોલીસ મથકના હિતેશભાઈ મકવાણાએ બનાવની તપાસ કરી હતી.

 અન્ય એક વાહન અકસ્માતનો બનાવ શહેરના સામાકાંઠે આવેલ મહેન્દ્રનગર રોડ રામકૃષ્ણનગર પાસે કુળદેવી પાન સામે થયો હતો. જેમાં ચાલુ રક્ષામાંથી નિચે પડી જતા સુભાષ ભાઈલાલ રવીદાસ (ઉ.18) રહે. રંગપર તા.જી. મોરબીને ઈજાઓ થતા સિવિલે સારવાર માટે લઈ જવાયો હતો.તેમજ વિસીપરામાં રોડ ક્રોસ કરતા સમયે અજાણ્યા વાહન ચાલકની હડફેટે ડી જતા કુલીનગરમાં રહેતા યુનુસ વલીમામદ જેડા (ઉ.18) ને પણ સારવાર માટે સિવિલે લઈ જવાયો હતો તેમ પોલીસે જણાવેલ છે.






Latest News