મોરબી નજીક સિરામિક કારખાનામાં બોઈલરના ગરમ પાણીમાં પડી જતાં દાઝી ગયેલા યુવાનનું સારવારમાં મોત વાંકાનેરના જોધપર ગામે બે મહિલાઓને દંપતિએ પાઇપ અને ધોકા વડે માર માર્યો મોરબીમાંથી પરણીતા તેના બે સંતાનોને લઈને ગુમ મોરબી નજીક પેપર મિલના મશીન ઉપર કામ કરતાં સમયે પડી ગયેલ આધેડનું સારવારમાં મોત મોરબી શહેરમાંથી ઓગસ્ટ મહિના સુધીમાં ઢોર પકડ પાર્ટીએ 3527 ઢોર પકડ્યા મોરબી ઉમા વિદ્યા સંકુલ-મોડેલ સ્કૂલ મોટીબરાર વિગેરે સ્કૂલોમાં વિશ્વ સિંહ દિવસની ઉજવણી કરાઈ મોરબી મહાપાલિકાને 55 કરોડ સહિત રાજ્યની મહાપાલિકા-પાલિકાઓને સરકારે 3850 કરોડ રૂપિયા વિકાસ કામો માટે ફાળવ્યા મોરબીમાં બંધ પડેલા ફિલ્ટર હાઉસ ચાલુ કરીને લોકોને પીવાનું શુધ્ધ પાણી આપવા માટે મેયરને કોંગ્રેની રજૂઆત
Breaking news
Morbi Today

વાંકાનેરમાં બાઈક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત


SHARE







વાંકાનેરમાં બાઈક સ્લીપ થતાં માથામાં ઇજા પામેલા યુવાનનું સારવારમાં મોત

વાંકાનેરની લુણસરિયા રેલવે ફાટક પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને લાવ્યા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ ધમાલપર-2 ખાતે રહેતા સલીમભાઈ વલીમામદભાઇ મુરડે (38) નામનો યુવાન બાઇક લઈને લુણસરિયા રેલવે ફાટક પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર તેનું બાઈક પેટ્રોલ પંપ પાસે સ્લીપ થઈ ગયું હતું અને અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં યુવાનને માથાના ભાગે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને તાત્કાલિક સારવાર માટે વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઇને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન સલીમભાઈનું મોત નીપજ્યું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News