મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડમાં 17 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા


SHARE







મોરબી શહેર-તાલુકામાં દારૂની બે રેડમાં 17 બોટલ દારૂ સાથે બે શખ્સ પકડાયા

મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર ખાટકીવાસ નજીક તથા લાલપર ગામ પાસે હોટલની પાછળના ભાગમાં દારૂની બે રેડ કરી હતી ત્યારે કુલ મળીને 17 બોટલ દારૂ સાથે બે શખ્સને પકડવામાં આવેલ છે અને સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુના નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર ખાટકીવાસ નજીકથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવ્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની 15 બોટલ મળી આવતા પોલીસે 8,400 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને આરોપી અલ્તાફ ઉર્ફે જગીરો કાસમભાઈ કુરેશી (29) રહે. તલાવડી શેરી ખાટકીવાસ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આ શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લવેલ છે તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે આવી જ રીતે મોરબી તાલુકાના લાલપર ગામ પાસે આવેલ આદિત્ય હોટલ પાછળના ભાગમાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂની બે બોટલ સાથે એક શખ્સ મળી આવતા પોલીસે 1282 રૂપિયાની કિંમતની દારૂની બોટલો કબજે કરી હતી અને ઉમેશભાઈ દિનેશભાઈ સનુરા (23) રહે. ત્રાજપર ઓરિએન્ટલ બેંક વાળી શેરી મોરબી વાળા સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

દેશી દારૂની ભઠ્ઠી

મોરબીના લીલાપર રોડ ઉપર તૂટેલા પુલથી આગળના ભાગમાં વોકળાના કાંઠે દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 50 લીટર આપો તથા 100 લિટર દેશી દારૂ અને ગેસના બે બાટલા તેમજ ચૂલો સહિતનો મુદ્દામા મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 27,100 ની કિંમતનો મુદામાલ કબજે કર્યો હતો અને આરોપી રણજીતભાઈ નાગજીભાઈ દેગામા (29) રહે. લીલાપર રોડ રામદેવપીરના મંદિરની પાછળ મોરબી તથા મહેન્દ્રભાઈ ગોરધનભાઈ પરમાર (39) રહે. લીલાપર રોડ નીલકમલ સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને સામે ગુનો નોંધાયેલ છે






Latest News