મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ સક્રિય થવાથી 200 કરોડ જેટલી રકમ વ્યાજખોરો-ગુંડાઓએ માંડવાળ કરી: મનોજભાઈ પનારા


SHARE











મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘ સક્રિય થવાથી 200 કરોડ જેટલી રકમ વ્યાજખોરો-ગુંડાઓએ માંડવાળ કરી: મનોજભાઈ પનારા

મોરબી નજીકના ઘુંટુ ગામે ગઇકાલે પાટીદાર યુવા સેવા સંઘની ત્રીજી બેઠક યોજાઇ હતી જેમાં ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનોને યેનકેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવીને તેઓની પાસેથી રોકડા રૂપિયા, કિમતી મુદ્દામાલ અને જમીનો પડાવી લેવામાં આવે છે આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી તેની સાથોસાથ માત્ર ત્રણ મિટિંગમાં મોરબી શહેર અને તાલુકાના પાટીદાર સમાજના 165 જેટલા પીડીતોની 200 કરોડ જેટલી રકમ વ્યાજખોરો અને ગુંડાઓ દ્વારા માંડવાળ કરવામાં આવી છે અને આગામી સમયમાં આવી જ રીતે આ લડતને ચાલુ રાખવામાં આવશે.

મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર વ્યાજખોરનું દૂષણ દિવસે ને દિવસે વધી રહ્યું છે અને વ્યાજના ચક્રમાં ફસાયા બાદ અનેક પરિવારના માળા વિખાઈ ગયા છે તે હકીકત છે તેવા સમયે મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘની મનોજભાઈ પનારા ની આગેવાની હેઠળ રચના કરવામાં આવી અને ત્યારબાદ અત્યાર સુધીમાં બગથળા અને સનાળા ગામે બે મીટીંગ યોજાઇ હતી ત્યારબાદ ઘુંટું ગામે ત્રીજી મિટિંગ યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવાનો, મહિલાઓ સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા પાટીદાર સમાજના યુવાનો સહિતનાઓને વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવવા માટે થઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.

પાટીદાર યુવા સેવા સંઘના પ્રણેતા મનોજભાઈ પનારાએ જણાવ્યુ હતું કે, માત્ર ત્રણ મિટિંગ યોજાઇ ત્યાં સુધીમાં 165 કરતાં વધુ પીડિતો દ્વારા પાટીદાર યુવા સેવા સંઘનો સંપર્ક કરવામાં આવ્યો છે અને ત્યારબાદ ઘણા બધા વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, કેટલાક વ્યાજખોરોની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે તેમજ અંદાજે 200 કરોડ જેટલી રકમ વ્યાજખોરો દ્વારા માંડવાળ કરવામાં આવી છે જેથી પાટીદાર સમાજને આ મુહીમથી બહુ મોટો ફાયદો થયો છે અને જે રીતે તાજેતરમાં ગોંડલની અંદર એક ઘટના બની છે આવી ઘટના ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં અવારનવાર બનતી હોય છે ત્યારે ગુંડા તત્વોની સામે, વ્યાજખોરોની સામે અને યેનકેન પ્રકારે પાટીદાર સમાજના લોકોની જમીન પચાવી પાડનારાઓની સામે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આક્રમક લડત આગામી સમયમાં પણ ચાલુ જ રાખવામાં આવશે.

પાટીદાર સમાજના આગેવાન દિનેશ બાંભણિયાજણાવ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓને ભગાડી જવાની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સહિત કોઈપણ સમાજની દીકરી ભાગી જાય તો તેના લગ્ન કોઈપણ જગ્યાએ થાય ત્યાં તેના મા-બાપની સંમતિ હોવી જરૂરી છે અને તેની લગ્ન નોંધણી દીકરીના ગામની અંદર આવેલી પંચાયત, નગરપાલિકા અથવા મહાપાલીકામાં જ થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ તેના માટે થઈને સરકાર સમક્ષ માંગણી મુકવામાં આવેલ છે. અને ખાસ કરીને યેનકેન પ્રકારે ખેડૂતોની જમીનો પડાવી લેવામાં આવે છે આવા અસામાજિક તત્વોનો ગુજરાતમાંથી સફાયો થાય તેવું પાટીદાર સહિતના સમાજો ઈચ્છી રહ્યા છે.






Latest News