મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ટાઇલ્સ ટ્રેડિંગમાં રૂપિયા ખોટા થતાં યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો: એક લાખે રોજના એક હાજરનું પઠાણી વ્યાજ !


SHARE







મોરબીમાં ટાઇલ્સ ટ્રેડિંગમાં રૂપિયા ખોટા થતાં યુવાન વ્યાજના ચક્રમાં ફસાયો: એક લાખે રોજના એક હાજરનું પઠાણી વ્યાજ !

મોરબીમાં રહેતા યુવાનને ટાઇલ્સ ટ્રેડિંગના ધંધામાં વેપારીએ પૈસા ખોટા કર્યા હોવાથી કારકાનેદારને રૂપિયા આપવા માટે યુવાને 13 લાખ રૂપિયા વ્યાજે લીધેલા હતા અને તેની સામે એક લાખે એક હજાર દરરોજના તે રીતે તોતિંગ વ્યાજ પણ આપવામાં આવતું હતું અને યુવાને લગભગ અડધી રકમ પરત ચૂકવી દીધી હતી તેમ છતાં પણ મૂળ રકમની માંગણી કરવામાં આવતી હોવાથી યુવાને વ્યાજ વટાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપી હતી જે બાબતનો ખા રાખીને યુવાનને ફોન કરીને ગાળો આપી હતી અને પૈસા પરત નહીં આપે તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે જેથી ભોગ બનેલ યુવાને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ જૂની પીપળી ગામના રહેવાસી અને હાલમાં મોરબીની નાની કેનાલ રોડ ઉપર આવેલ અવધ-4 શેરી-7 માં રહેતા ગૌરવભાઈ દલસુખભાઈ કાવર (25) એ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભરત ઉર્ફે બીકે બોરીચા રહે. બોરીચા વાસ લીલાપર રોડ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેને અગાઉ આરોપી પાસેથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને જેટલા રૂપિયા લીધેલા હતા તેની સામે અડધા રૂપિયા પરત ચૂકવી દીધેલ છે તેમ છતાં પણ તેની પાસેથી મૂળ રકમની માંગણી કરી હતી જેથી ફરિયાદી યુવાને અગાઉ ભારત બોરીચા સામે વ્યાજ વટાવની ફરિયાદ કરેલ હતી જેનો ખાર રાખીને આરોપીએ ફરિયાદીના ફોનમાં ફોન કરીને જેમ ફાવે તેમ ગાળો આપી હતી તથા રૂપિયા પરત નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપી હતી જેથી હાલમાં યુવાને દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે ગુનો નોંધે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વધુમાં ફરિયાદી ગૌરવભાઈ કાવર સાથે વાત કરતા તેણે જણાવ્યું હતું કે, તે અગાઉ ટાઇલ્સ ટ્રેડિંગનો ધંધો કરતો હતો અને ત્યારે તેની પાસેથી માલ લેનાર વેપારીઓએ તેના પૈસા ખોટા કર્યા હોવાના કારણે કારખાનામાં પૈસા આપવાના હતા જેથી તેને આરોપી પાસેથી 13,00,000 રૂપિયા વ્યાજે લીધેલા હતા અને દરરોજના એક લાખે 1000 રૂપિયાના હિસાબે વ્યાજ ચૂકવવાનું હતું અને આરોપીને અડધી રકમ ચૂકવી આપેલ છે તેમ છતાં પણ મૂળ રકમ સહિતના રૂપિયાની માંગણી કરે છે અને અગાઉ કરેલ વ્યાજ વટાવની ફરિયાદનો ખાર રાખીને હવે પૈસા પરત નહીં આપે તો જાનથી મારી નાખશે તેવી ધમકી આપે છે જેથી હાલમાં યુવાને ફરિયાદ નોંધાવેલ છે.






Latest News