મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલાનો જામીન ઉપર છુટકારો


SHARE







મોરબીમાં યુવાનને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલાનો જામીન ઉપર છુટકારો

મોરબી નજીકના લાલપર પાસે સીરામિક સિટીમાં સ્પામા કામ કરતી મહિલાની સાથે ફ્લેટમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનની પ્રેમિકા સહિતનાઓની સામે ગુનો નોંધાયો હતો. જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓને પકડીને જે તે સમયે જેલ હવાલે કરેલ હતા જે ગુનામાં પકડાયેલ મહિલાની મોરબી સેશન્સ કોર્ટમાં વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવતા મહિલાનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસની મળી રહેલ માહિતી મુજબ લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીના ફ્લેટમાં તેની સ્પામાં કામ કરતી પ્રેમિકા મારીયા સાથે રહેતા ધ્રુવ નટવરભાઈ મકવાણા (25) નામના યુવાને ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યાંથી પોલીસે એક સ્યૂસાઇટ નોટ પણ કબ્જે કરી હતી જેના આધારે મૃતક યુવાનના મોટા ભાઈ મુકુંદભાઈ નટવરભાઈ મકવાણાની ફરીયાદ લઈને પોલીસે આરોપી પ્રેમિકા લાલમોનપોઇ ઉર્ફે મારીયાબેન સહિતનાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને ત્યાર બાદ આરોપીના વકીલ ગોપાલભાઈ ઓઝા (મનીષભાઈ ઓઝા) અને અને મેનાઝબેન એ. પરમાર મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ તેમજ સુપ્રીમ અને હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને સેશન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા દ્વારા આરોપી લાલમોનપોઇ ઉર્ફે મારીયાબેન ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે સિનિયર વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા.






Latest News