મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને સમુહલગ્ન યોજાશે


SHARE







મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને સમુહલગ્ન યોજાશે

મોરબી નજીકના નાનીવાવડી ગામે ભક્તિનગર સોસાયટી ખાતે જીદિલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા આગામી તા.૧૩ એપ્રિલને રવિવારેના રોજ જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને તા.૧૪ એપ્રિલને સોમવારે સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમા ૧૩ એપ્રિલને રવિવારેના રોજ સવારે ૯ કલાકે મામાદેવનું મહાપૂજન થશે.૧૦ કલાકે શોભાયાત્રા,સાંજે ૭ કલાકે મહાઆરતી, ૮ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે ૯ કલાકે ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં રાવળદેવ દેવાભાઇ મેવાડા તથા સાથી ગ્રુપ આ નવરંગા માંડવાની શોભા વધારશે.આ નવરંગા માંડવામાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર અને વિવિધ પંચના ભુવા પણ હાજરી આપશે.આ નવરંગા માંડવામાં પધારવા માટે સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.જયારે તા.૧૪ એપ્રિલને સોમવારે સવારે સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા માં-બાપ વગરની દિકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.જે વર-કન્યા આ સમુહલગ્નમાં જોડાવા માંગતા હોય તેઓના વાલીએ તાત્કાલિક તેમના નામ નોંધાવી લેવા નામ નોંધાવા તેમજ વધુ જાણકારી માટે કાનભા (મો.૮૮૬૬૫ ૦૦૦૦૮), જનકભાઈ રાજા (મો.૮૩૨૦૮ ૮૭૦૧૩ ) અથવા નિકુંજ ગોસાઈ (મો.૯૦૩૩૩ ૦૯૯૦૮) નો સંપર્ક કરવો તેમ જીદિલા મામાદેવ મિત્ર મંડળે યાદીમાં જણાવેલ છે.






Latest News