ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ મોરબીમાં દારૂ ભરેલી કાર સાથે છ પકડાયા મોરબીમાં દારૂના ૩૬ ચપલા સાથે બે પકડાયા, એકની શોધખોળ ચાલુ ટંકારાના ગણેશપર ગામે આવેલ પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી-શાળા પ્રવેશોત્સવ યોજાયો ખાનગી વીજ કંપનીની દાદાગીરી સામે મહાઆંદોલન: ખેડૂત હક અધિકાર પગપાળા ન્યાય યાત્રા મોરબી જીલ્લામાં પણ આવશે મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલકે હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબીની સરકારી કચેરીઓમાં ચેકિંગ કરતાં ૨૭ અધિકારી-કર્મચારી ગેરહાજર: નિયમોનુસાર કાર્યવાહી કરવા કલેક્ટરનો આદેશ


SHARE









મોરબીની સરકારી કચેરીઓમાં ચેકિંગ કરતાં ૨૭ અધિકારી-કર્મચારી ગેરહાજર: નિયમોનુસાર કાર્યવાહી કરવા કલેક્ટરનો આદેશ

મોરબી કલેક્ટરની સૂચનાથી મોરબી જિલ્લાની સરકારી કચેરીઓમાં કર્મચારીઓ સમયસર આવે છે કે નહીં તે આજે ચાર ટીમો બનાવીને ચેક કર્યું હતું ત્યારે આકસ્મિક ચેકિંગમાં એક કે બે નહીં પરંતુ જુદીજુઈડ કચેરીમાં કુલ મળીને ૨૭ અધિકારી અને કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા જેથી કરીને તેની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા કલેક્ટર કે.બી. ઝવેરીફરમાન કર્યું છે.

મોરબી જિલ્લામાં આવેલી વિવિધ વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીઓમાં કર્મચારીઓ તથા અધિકારીઓ સમયસર આવે છે કે નહી તેની ચકાસણી કરવા બાબતે નાયબ કલેક્ટર તથા પ્રાંત અધિકારી હળવદ અને પ્રાંત અધિકારી મોરબીની અધ્યક્ષતામાં કુલ- ૪ ટીમો બનાવી હતી અને મંગળવારે સવારે ૧૦.૩૦ એ તપાસણી કરતા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જિલ્લા બાળ સુરક્ષા એકમ, જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી, મહિલા અને બાળ અધિકારીની કચેરી, સીટી સર્વે કચેરી, ઔદ્યોગીક સલામતીની કચેરી, ના.કા.ઇ. સૌ.શાખા નહેરની કચેરીઓ, જળસિંચન પેટા વિભાગ મોરબીની કચેરી, કાર્યપાલક ઇજનેર, સિંચાઇની કચેરી, સ્ટેમ્પ ડ્યુટી કચેરી, આર.એફ.ઓ. કચેરી, ક્ષાર અંકુશ વિભાગ, મોરબી, મદદનિશ શ્રમ આયુક્તની કચેરીમાં અધિકારી અને કર્મચારીઓની હાજરી બાબતે ચકાસણી કરતા કરવામાં આવી હતી ત્યારે વિવિધ કચેરીઓમાંથી કુલ ૨૭ અધિકારી અને કર્મચારીઓ ગેરહાજર જોવા મળ્યા હતા.

 આ તપાસણી દરમિયાન જે અધિકારી અને કર્મચારીઓ કચેરી સમય દરમિયાન કચેરીમાં ગેરહાજર હતા તેમની સામે નિયમોનુસાર કાર્યવાહી કરવા સંબંધિત કચેરીના વડાઓને સુચના આપવામાં આવી હતી. આ અનુસંધાને દરેક સરકારી અધિકારી અને કર્મચારીઓ નિયત સમયે તેમની કચેરીએ આવે અને પ્રજાલક્ષી કામગીરી કરે તેમજ નિર્ધારીત સમય સુધી કચેરીમાં બેસી કામગીરી કરે તે પ્રકારે કલેક્ટર દ્વારા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યા છે. તેમજ જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેક્ટરની યાદીમાં જણાવાયું છે.






Latest News