મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

કચ્છના સાંસદ વિનોદભાઇના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને શુભેચ્છકો દ્વારા સેવા કાર્યોનું આયોજન


SHARE







કચ્છના સાંસદ વિનોદભાઇના જન્મ દિવસે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ અને શુભેચ્છકો દ્વારા સેવા કાર્યોનું આયોજન

કર્તવ્યપથ પર વધુ જોમ અને જુસ્સા સાથે અગ્રેસર થવા માટે નો સંકલ્પ દિવસ એટલે જન્મ દિવસ કચ્છના યુવા જાગૃત ઉર્જાવાન સાંસદ વિનોદભાઇ ચાવડા ૪૬ વર્ષ પુર્ણ કરી ૪૭ વર્ષમાં મંગલ પ્રવેશ કરતાં કચ્છભરમાં તેમના જન્મ દિનની ઉજવણી સેવા એજ સંગઠનના ભાવ સાથે તેમના શુભેચ્છકો, સ્નેહીઓ, તેમના જ સંચાલીત સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ - ભુજ, લોકસભા પરિવાર, જીલ્લા ભાજપા દ્વારા વિવિધ સેવા કાર્યો નું આયોજન કરવામાં આવેલ છે.

રાજય અને રાષ્ટ્ર તેમજ દીન: દુખીઓની ઇન્નતિ માટે કર્તવ્ય રૂપી દીપ થકી જીવન પથ ઉજાગર કરો એવિ ભાવના, સુસ્વાસ્થ્ય અને ચીર દીર્ઘાયુ માટે શુભકામના સાથે કચ્છ મોરબીમાં સમાજ નવનિર્માણ ટ્રસ્ટલોક સભા પરિવાર, શુભેચ્છકો, સ્નેહીઓ દ્વારા વૃક્ષારોપણ, બ્લડ ડોનેશન કેમ્પ, દિવ્યાંગો ને સાધન સહાય, અતિ કૂપોષીતો ને સુપોષિત કીટ વિતરણ ગાયોને નીરણ, હોસ્પિટલો માં ફ્રુટ વિતરણ, બાળકોને શિક્ષણ કીટો, રાશન કીટ વિતરણ, વિકલાંગ શાળામાં ૧૫૦ થી વધુ દીકરીઓ દ્વારા કેક કટીંગ વિવિધ છાત્રાલયો માં ભોજન, સેવા અને સમર્પણ- લોકાર્પણ ના વિવિધ કાર્યક્રમો નું આયોજન કરી સાંસદશ્રી ના સ્વાસ્થ્ય, ચીર દીર્ઘાયુ માટે શુભકામના કરવામાં આવશે કચ્છ લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ- ભુજ ના સૌજન્ય થી તેમના જન્મદિને સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ- સીઝન- ૩, ની શુભ પ્રારંભ સાથે ૫૦૦ થી વધારે ટીમો વચ્ચે ૩ માસ થી વધુ સમય ઓપન કચ્છ ડે- નાઈટ ક્રિકેટ મેચો રમાશે કચ્છના દરેક તાલુકાઓમાં તેમના જન્મદિવસે વિવિધ સેવા કાર્યો કરવામાં આવશે.






Latest News