મોરબી શ્રી આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિઝિયોથેરાપીના પ્રિન્સિપાલ ડૉ. રાહુલ છતલાણીએ મેળવી આંતરરાષ્ટ્રીય સિધ્ધી મોરબીની મહાત્મા ગાંધી ઉત્તર બુનિયાદી વિદ્યાલયના પૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના જોધપર ઝાલા ગામે શોર્ટ લાગતા વૃદ્ધ અને ટીકર ગામે શોર્ટ લાગતા યુવાનનું મોત હળવદના કાવડિયા અને ટંકારાના છતર ગામે જુગારની 3 રેડમાં 16 શખ્સો પકડાયા મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ
Breaking news
Morbi Today

મોરબી નજીક રોડ સાઈડમાં ઉભેલ એક્સયુવી કારમાં ટ્રક કન્ટેનર અથડાતાં વાહનમાં નુકશાન


SHARE







મોરબી નજીક રોડ સાઈડમાં ઉભેલ એક્સયુવી કારમાં ટ્રક કન્ટેનર અથડાતાં વાહનમાં નુકશાન

મોરબી તાલુકાનાં સાપર ગામની સીમમાં નાયરાના પેટ્રોલ પંપ સામે યુવાન તેની એક્સયુવી ગાડી લઈને ઊભો હતો ત્યારે ટ્રક કન્ટેનરના ચાલકે તેની ગાડીમાં પાછળના ભાગે ટ્રક અથડાવ્યો હતો જેથી કરીને યુવાનની ગાડીમાં નુકશાન થયેલ છે માટે તેને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે અમદાવાદમાં કેડીલા બ્રિજ પાસે આવેલ વૈભવ પાર્ક સોસાયટીમાં રહેતા ચિંતનભાઈ જયેશભાઈ રાઠોડ (37)ટ્રક કન્ટેનર નંબર જીજે 12 બીડબલ્યુ 8330 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, મોરબીના સાપર ગામની સીમમાં નાયરાના પેટ્રોલ પંપ સામે તેઓ પોતાની એક્સયુવી 700 કાર નંબર જીજે 27 ઇસી 5592 લઈને ઊભા હતા ત્યારે આરોપીએ તેનું વાહન બેફિકરાથી ચલાવીને રોડ ઉપર ઉભેલ ફરિયાદીની ગાડીની પાછળના ભાગમાં ટ્રક કન્ટેનર અથડાવ્યું હતું જેથી અકસ્માત થયો હતો જેમાં યુવાનની કારમાં નુકસાની થયેલ છે જેથી ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News