મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ટંકારા તાલુકાની શ્રી હિરાપર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ


SHARE







ટંકારા તાલુકાની શ્રી હિરાપર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી કરાઇ

વિજ્ઞાનમાં પ્રથમ નોવેલ પારિતોષિક મેળવનાર ભારતના મહાન વૈજ્ઞાનિક ડોકટર સી.વી. રામનની યાદમાં દર ૨૮ મી ફેબ્રુઆરીને રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ તરીકે ઉજવવામાં આવે છે.બાળકોમાં નાનપણથી જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ ખીલે એટલા માટે ટંકારા તાલુકાની શ્રી હિરાપર પ્રાથમિક શાળામાં વિજ્ઞાન દિવસની ઉજવણી અવનવા વૈજ્ઞાનિક પ્રયોગો સાથે કરવામાં આવી હતી.

જેમાં બાળકોની તર્કશક્તિ અને કલ્પના શક્તિ વિકસે તેમજ દરેક ઘટના પાછળનો વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ જાણે તે માટે ધોરણ છ થી આઠ ના બાળકો દ્વારા તેમના માર્ગદર્શક શિક્ષક શ્રી કિંજલબેન વડસોલાના માર્ગદર્શન નીચે અવનવા પ્રયોગો રજૂ કર્યા હતા.જેને શાળાના તમામ બાળકોએ નિહાળ્યા હતા.આ વિજ્ઞાન પ્રદર્શન બાદ શાળાના આચાર્ય શ્રી બેચરભાઈ ગોધાણી દ્વારા એક ઓનલાઈન વિજ્ઞાન ક્વિઝ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓને વિજ્ઞાનને લગતા પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા.આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાનાં તમામ સ્ટાફ અને બાળકોએ જહેમત ઉઠાવી હતી.

મોરબી : હરડે પ્રચાર કેન્દ્ર દ્વારા રવિવારે  નેચરલ વસ્તુઓનું વેચાણ

મોરબી માર્કેટિંગ યાર્ડની બહારની બાજુએ ન્યુ હાઉસિંગ બોર્ડની સામે તા.2/3 ને રવિવારે સવારે 8 થી બપોરના 12 વાગ્યાં સુધી વેંચાણ માટે ઉપલબ્ધ વસ્તુઓમાં હરડે પાવડર, ગીલોય ઘનવટી, નેચરલ સાબુ, ડાંગની રાગીના ભૂંગરા તથા લોટ મળશે ,ગૌમૂત્ર અર્ક, કેળાના પાપડ, આમળા-અરીઠા-શિકાકાઈ પાવડર, સિંધાલુણ નમક,નગોળનું તેલ, આંબળાની મીઠી કેન્ડી, રાહતદરે દસ જાતના ગુલાબ તેમજ અન્ય અલગ અલગ ફૂલછોડ, રસોડામાં ઉપયોગી એવા લાકડામાંથી બનાવેલ પાટલા,વેલણ,જેરણી વગેરે તેમજ ઓર્ગેનિક શાકભાજી મળશે. તેવું વિતરણ વ્યવસ્થા અને મોરબી હરડે પ્રચાર કેન્દ્રનાં સંયોજક જીતુભાઇ ઠક્કરની યાદી જણાવે છે. 






Latest News