મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત મોરબી એસ.ટી. ડેપોના ૧૪૫થી વધુ અધિકારી-કર્મચારીઓનું આરોગ્ય સ્ક્રીનીંગ કરાયું સરકારની વિદેશ અભ્યાસ લોન યોજના થકી મોરબીના હર્ષ બોસીયાનું MBBS કરવાનું સ્વપ્ન થયું સાકાર મોરબી જિલ્લામાં ૬૫મી સુબ્રટો મુખરજી કપ ફૂટબોલ સ્પર્ધા યોજાશે મોરબીમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ (સમરસ) ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ યોજાયો ગુજરાતમાં 30 લાખ ખેડૂતોને ભેગા થતાં વાર નહીં લાગે: માળીયા (મી)માં વીજપોલ-વાયરના વળતર માટે સરપંચ એસો.-ખેડૂત મેદાને મોરબીમાં પોલીસને બાતમી દેતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજાનું ઢીમ ઢાળી દેનારા કાકા સહિતના 4 આરોપીના રિમાન્ડ લેવા તજવીજ ખાનગી કંપનીના વિજપોલ અને વાયરના વળતર બાબતે સમગ્ર ગુજરાતના ખેડૂતોને ફાયદો થાય તેવો સરકાર દ્વારા નિર્ણય લેવામાં આવશે: મંત્રી કાંતિભાઈ અમૃતિયા
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરાશે


SHARE











મોરબી જીલ્લામાં હોમગાર્ડઝ સભ્યોની ભરતી કરાશે

ગૃહ રક્ષક દળ (હોમગાર્ડઝ) માં ભરતી થનાર સભ્યો માટે સૂચિત સ્થળે ઉપસ્થીત રહેવા અનુરોધ મોરબી જીલ્લા ખાતે ગૃહ રક્ષક દળ (હોમગાર્ડઝ) માં માનદ હોમગાર્ડઝ સભ્યોની ભરતી પ્રક્રીયા સારૂ શારીરીક કસોટી તથા અસલ ડોક્યુમેન્ટ વેરીફીકેશનનું આયોજન અમરસિંહજી હાઈસ્કુલ નેશનલ હાઈવે વાંકાનેર ખાતે રાખવામાં આવેલ છે.

આ ભરતીમાં આવનાર ઉમેદવારોએ સવારે ૬:૩૦ કલાકે અસલ ડોક્યુમેન્ટ તથા તેની એક નકલ તેમજ અરજી ફોર્મ ભર્યાની પંહોચ સાથે અમરસિંહજી હાઈસ્કુલ નેશનલ હાઈવે વાંકાનેર ખાતે હાજર રહેવા અનુરોધ કરાયો છે. વધુમા સરકારની વખતોવખતની કોવિડ ગાઇડ લાઇનને અનુસરવાની રહેશે. મોરબી, વાંકાનેર, ટંકારા, હળવદના પુરૂષ ઉમેદવારોએ તા.૨૫-૧૧ ના રોજ હાજર રહેવુ તથા મહીલા ઉમેદવારોએ તા.૨૬-૧૧ ના રોજ સવારે ૭ કલાકે હાજર રહેવાનું રહેશે તેમ જિલ્લા કમાન્ડન્ટ હોમગાર્ડએ અખબારી યાદીમાં જણાવેલ છે.






Latest News