મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સોની ધરપકડ: 96 બોટલ દારૂ સહિત 3.12 લાખનો મુદામાલ કબજે


SHARE







મોરબીમાંથી દારૂ ભરેલ ગાડી સાથે બે શખ્સોની ધરપકડ: 96 બોટલ દારૂ સહિત 3.12 લાખનો મુદામાલ કબજે

મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ સ્કૂલથી આગળના ભાગેથી બલેનો ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવતા તેમાંથી દારૂની નાની 96 બોટલો મળી આવતા પોલીસે દારૂ તથા ગાડી મળીને 3,12,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કરીને બે શખ્સોની ધરપકડ કરેલ છે અને આ દારૂનો જથ્થો ક્યાંથી લાવ્યા હતા અને કોને આપવા જતા હતા તે દિશામાં તપાસ હાથ ધરી છે

મોરબી સીટી એ ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલ હતી ત્યારે મોરબીના રવાપર ઘુનડા રોડ ઉપર આવેલ ન્યુ એર સ્કૂલથી આગળના ભાગમાં બલેનો ગાડી નંબર જીજે 36 એપી 2402 પસાર થઈ રહી હતી ત્યારે તે ગાડીને પોલીસ દ્વારા રોકવામાં આવી હતી અને ગાડીમાં જઈ રહેલા બે શખ્સોને ચેક કર્યા હતા ત્યારે ગાડીમાંથી દારૂની નાની 96 બોટલો ગાડીમાંથી મળી આવતા પોલીસે 12 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો તથા લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 3,12,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી નાગેશભાઇ ઉર્ફે નાગરાજ રમેશભાઈ સારેસા (23) રહે. વીસીપરા રોહીદાસપરા વિજયનગરના ખૂણા પાસે મોરબી અને બકુલભાઈ દેવજીભાઈ ચૌહાણ (22) રહે. વીસીપરા રોહીદાસપરા મેઇન રોડ મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તે બંનેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે અને આ બંને શખ્સ પાસેથી મળી આવેલ દારૂની બોટલો તે ક્યાંથી લાવ્યા હતા તે દિશામાં પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

ચાર બોટલ દારૂ

મોરબીના ભક્તિનગર સર્કલ પાસે આવેલ જય ગણેશ હોંડાના શોરૂમની પાછળના ભાગમાંથી સ્કૂટર લઈને પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે સ્કૂટર નંબર જીજે 36 કે 9122 લઈને જઈ રહેલા શખ્સને ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની ચાર બોટલો મળી આવતા પોલીસે 1200 રૂપિયાની કિંમતનો દારૂ તથા 50,000 રૂપિયાની કિંમતનું વાહન આમ કુલ મળીને 51,200 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી જગદીશભાઈ સામતભાઈ સાવધાર (32) રહે. લીલાપર રોડ ન્યુ પ્રજાપત સોસાયટી મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપર દરમિયાન તેણે આ દારૂની બોટલો રામશીભાઈ રવજીભાઈ રબારી રહે વીરપર તાલુકો ટંકારા વાળા પાસેથી મેળવી હોવાનું સામે આવ્યું હતું જેથી તે બંને સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે અને રામશીભાઈ રબારીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે






Latest News