મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટુરિસ્ટર ટેમ્પોના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ મહિલાનું  સારવાર દરમ્યાન મોત


SHARE







વાંકાનેર બાઉન્ડ્રી પાસે ટુરિસ્ટર ટેમ્પોના ચાલકે હડફેટે લેતા ઇજા પામેલ મહિલાનું  સારવાર દરમ્યાન મોત

વાંકાનેર બાઉન્ડ્રી પાસે પેટ્રોલ પંપની સામે રોડ ક્રોસ કરી રહેલા મહિલાને ટુરિસ્ટર ટેમ્પોના ચાલકે હડફેટે લેતા મહિલા રસ્તા ઉપર નીચે ટકાઈ હતી અને તેને માથા તથા શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી મહિલાને સારવાર માટે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તે મહિલાનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી ગયેલ હતો જેથી કરીને હાલમાં મૃતક મહિલાના કૌટુંબિક દિયર દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે ટુરિસ્ટર ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના રહેવાસી કમલસિંહ નિર્ભયસિંહ પરીહાર (46)એ હાલમાં ટુરિસ્ટર ટેમ્પો નંબર જીજે 6 એક્સ એક્સ 0899 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવે છે જેમાં જણાવ્યું છે કે ગત તા. 27/1/ 2025 ના રોજ વહેલી સવારે સવા છ વાગ્યાના અરસામાં વાંકાનેર બાઉન્ડ્રી પાસે આવેલ પેટ્રોલ પંપની સામે રોડ ઉપરથી તેઓના કૌટુંબિક ભાભી જશુબાઈ ચાલીને રોડ ક્રોસ કરી રહ્યા હતા દરમિયાન વાહન ચાલકે તેઓને પાછળથી ઠોકર મારતા તે રસ્તા ઉપર પડી ગયા હતા અને ત્યારે તેમને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે લઈ ગયા હતા અને ત્યાં તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને વાહન ચાલક પોતાનું વાહન સ્થળ ઉપરથી લઈને નાસી ગયેલ હોય હાલમાં અકસ્માતના બનાવ સંદર્ભે મૃતક મહિલાના કૌટુંબિક દિયરે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટુરિસ્ટર ટેમ્પોના ચાલક સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

અકસ્માતમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા નસીરભાઈ અહેમદભાઈ (50) નામના આધેડને ત્રાજપર ચોકડી પાસે સર્વિસ રોડ ઉપર ટ્રક ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં તેમને ઈજા થતાં તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીની માળીયા વનાળિયા સોસાયટીમાં રહેતા મૂળજીભાઈ ગોવિંદભાઈ પરમાર (42) નામના યુવાને કોઈ કારણોસર ફીનાઈલ પી લેતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી હતી અને હવે આગળની વધુ તપાસ હિતેશભાઈ મકવાણા ચલાવી રહ્યા છે.






Latest News