મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીમાં વ્યાજે લીધેલ રૂપિયાથી વધુ રૂપિયા ચૂકવી દીધા તો પણ દસ લાખની પઠાણી ઉઘરાણી કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી


SHARE







મોરબીમાં વ્યાજે લીધેલ રૂપિયાથી વધુ રૂપિયા ચૂકવી દીધા તો પણ દસ લાખની પઠાણી ઉઘરાણી કરી વેપારીને જાનથી મારી નાખવાની ધમકી


મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વિશ્વકર્મા પાર્કમાં રહેતા અને નવા ડેલા રોડ ઉપર દુકાન ધરાવતા યુવાને રૂપિયાની જરૂર હોવાથી વ્યાજે રૂપિયા લીધેલા હતા અને જેટલા રૂપિયા લીધા હતા તેના કરતા વધુ રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી વધુ દસ લાખ રૂપિયાની માંગણી કરીને બળજબરીપૂર્વક તેની પાસેથી રૂપિયાની પઠાણી ઉઘરાણી કરવામાં આવી રહી છે અને તે યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલા યુવાને મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સત્યમ પાન વાળી શેરીમાં વિશ્વકર્મા પાર્ક ખાતે રહેતા અને નવાડેલા રોડ ઉપર દુકાન ધરાવતા મિથુનભાઈ મોહનભાઈ કંધનાણી (39)એ હાલમાં મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ચિરાગભાઈ ઉર્ફે જીગાભાઈ વિનોદભાઈ ખખ્ખર રહે મોરબી વાળા ની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે વર્ષ 2023 ના મે મહિનામાં તેઓએ ચિરાગભાઈ ખખ્ખર પાસેથી ઊંચા વ્યાજે 15 લાખ રૂપિયા લીધેલા હતા અને તેની સામે તેઓએ અત્યાર સુધીમાં 18,52,800 રૂપિયા ચૂકવી દીધા છે તેમ છતાં પણ તેની પાસેથી વધુ 10 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી છે અને બળજબરી પૂર્વક રૂપિયાની પઠાણી ઉઘરાણી કરીને યુવાનને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી છે જેથી કરીને ભોગ બનેલ યુવાન દ્વારા મોરબી એ ડિવિજન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News