મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના વનાળીયા ગામે ધો. 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ-કારકિર્દી માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો


SHARE







મોરબીના વનાળીયા ગામે ધો. 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ-કારકિર્દી માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો

મોરબી તાલુકાની સરકારી માધ્યમિક શાળા વનાળીયા ખાતે ધો. 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો આ કાર્યક્રમમાં ગામના સરપંચ, પંચાયત સભ્યો, વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષકો તેમજ દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર વિદ્યાર્થીઓને, શાળામાં 100 % હાજરી આપનાર વિદ્યાર્થીઓને, તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ શાળા સ્વયંસેવકોને પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધો. 10 ની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને ટ્રાન્સપરન્ટ પેડ તેમજ ટ્રાન્સપરન્ટ પાઉચ સાથે લેખન સામગ્રી આપવામાં આવી હતી. અને ધો.10 ના વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલ 2,300 અને ત્રણેય શિક્ષકો દ્વારા શાળાને આપેલ 14700 કુલ રૂપિયા 17000  ની રકમમાંથી શાળા માટે ભેટ સ્વરૂપે નવું વાઇફાઇ પ્રિન્ટર આપવામાં આવ્યું. ધો. 9 ના વિદ્યાર્થીઓએ  શાળાનો ઓરડો શણગારી ધો. 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યાદગાર બનાવ્યો હતો.






Latest News