મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીને મહાકુંભ પ્રયાગરાજ ખાતે મળી મહામંડલેશ્વરની પદવી


SHARE











મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીને મહાકુંભ પ્રયાગરાજ ખાતે મળી મહામંડલેશ્વરની પદવી

મહાકુંભ પ્રયાગરાજ ખાતે જગતગુરૂ મહામંડલેશ્વર શ્રીશ્રી 1008 વાસુદેવાઆચાર્યજી મહારાજના સાનિધ્યમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અખિલ ભારતીય અનીઅખાડા હનુમાનજી ગઢી અયોધ્યા કુબાજી પીઠ દ્વારા જીથરા (રાજસ્થાન) સંતો મહંતો દ્વારા રત્નેશ્વરીદેવીને શ્રી શ્રી 1008  મહામંડલેશ્વર પદવી અર્પણ કરવામાં આવી હતી. 

મહાકુંભ પ્રયાગરાજ ખાતે કથાનું અયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મહામંડલેશ્વર પદવીદાન સમયે હાજર રહેલાં મહંતોમાં ભરતદાજીબાપુ, મુકેશબાપુ, ચંદ્રકાંતબાપુ તેમજ રમેશભાઈ, ચંદુભાઈ, ગણેશભાઈ, જગદીશભાઈ, ઘનશ્યામભાઈ, ત્રિભોવનભાઈ, દિલીપભાઈ, ક્રાંતિજયોત મહિલા મંડળ- ટંકારાના ભકતોનો સમાવેશ થાય છે અને મોરબીના રામધન આશ્રમ ખાતે ભક્તો દ્વારા ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતાં ત્યારે બાદ આશ્રમ ખાતે સંતો મહંતો ભકતોની હાજરીમાં સન્માન સમારોહ યોજાયો હતો અને વાંકાનેર વઢવાણ સીતાપુર કાગદડી સાદુરકા બગથળા તેમજ મોરબી મંડળના સંતો મહંતો ત્યાં આવ્યા હતા સાથે જ બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ,પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, રામાનંદ સાધુ સમાજ, ગોસ્વામી સાધુ સમાજ, તેમજ દરેક જ્ઞાતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે મહાપ્રસાદની વ્યવસ્થા  ગોર ખીજડીયા અલધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ કરવામાં આવી હતી. અને મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી,  હસરાજબાપા,  કાંતિભાઈ, બજરંગભાઈ,  ચુનીભાઈ, હસુભાઈ પંડ્યા, અનીલભાઈ મહેતા,   પ્રવિણભાઈ,  રેવાબેન ધોરીયાણી, જયંતીભાઈ, કેતનભાઈ, મુકેશભાઈ, ધનજીભાઈ સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગ્યાના સેવકોએ જહેમત ઉઠાવી હતી. મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી  બનતા સાધુ સમાજ તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે.






Latest News