મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના અરજી પત્રક આગામી તા.૨૪ ફેબ્રુઆરી સુધી ભરી શકાશે


SHARE







મોરબીમાં દિવ્યાંગ પારિતોષિક સ્પર્ધાના અરજી પત્રક આગામી તા.૨૪ ફેબ્રુઆરી સુધી ભરી શકાશે

રાજ્ય સરકારના માર્ગદર્શન અનુસાર ક્ષેષ્ઠ કાર્યક્ષમ દિવ્યાંગ કર્મચારીઓ, રોજગાર કરતા શ્રેષ્ઠ દિવ્યાંગ વ્યક્તિઓ, દિવ્યાંગોને નોકરીએ રાખનાર શ્રેષ્ઠ નોકરીદાતાઓ અને દિવ્યાંગ વ્યક્તિઓને રોજગારી પૂરી પાડવાની કામગીરી કરતા પ્લેસમેન્ટ ઓફિસરોને રાજ્ય કક્ષાના પારિતોષિક આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે.

જે અન્વયે મોરબી જિલ્લામાં દિવ્યાંગ પારિતોષિક મેળવવા અંગે ઇચ્છુક દિવ્યાંગ કર્મચારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અથવા દિવ્યાંગ કર્મચારીઓને નોકરીમાં રાખનાર અધિકારીઓ, નોકરીદાતાઓ, પ્લેસમેન્ટ ઓફિસર અથવા સ્વરોજગાર કરતા દિવ્યાંગ વ્યક્તિઓએ નિયત નમુનામાં અરજી પત્રક ભરીને જરૂરી દસ્તાવેજો સાથે જોડીને બે નકલમાં આગામી તા. ૨૪ સુધીમાં જિલ્લા રોજગાર વિનિમય કચેરી, જિલ્લા સેવા સદન, રૂમ નંબર ૨૧૪, બીજો માળ, સો-ઓરડી વિસ્તાર, મોરબી- આ સરનામા પર રૂબરૂ કે ટપાલના માધ્યમથી પહોંચાડવાનું રહેશે. ઉલ્લેખનીય છે કે રાજ્યકક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના પારિતોષિક માટે અલગ અલગ અરજી પત્રક ભરવાનું રહેશે. અધુરી વિગતો વાળી અને સુનિશ્ચિત સમય મર્યાદા બાદની અરજીઓનો સ્વીકાર કરવામાં આવશે નહીં. અરજી પત્રક વેબસાઇટ www.talimrojagaar.gujarat.gov.in પરથી મેળવી શકાશે અથવા અત્રેની કચેરી ખાતેથી વિના મુલ્યે કચેરી સમય દરમિયાન મળી શકશે. તેમ જિલ્લા રોજગાર અધિકારી, મોરબીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News