મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા કાલે પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમ યોજાશે


SHARE







મોરબી મહાપાલિકા દ્વારા કાલે પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમ યોજાશે

મોરબી મહાનગરપાલિકા અને પુસ્તક પરબ-મોરબી દ્વારા આવતીકાલ તા. ૧૬ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના નગરવાસીઓમાં પુસ્તકોના વાંચન પ્રત્યે જાગૃતિ વધે તેવા ઉમદા હેતુથી કેસરબાગ-મોરબી ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાશે. આ ઉપરાંત કાર્યક્રમમાં પુસ્તક પરિચય-બુક ટોક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં મોરબીના પ્રસિદ્ધ કવિ જલરૂપ રૂપેશ પરમાર અને રાજ્યકક્ષાની વાર્તા સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરનાર કાવ્યા પૈજા દ્વારા પુસ્તક પરિચય આપવામાં આવશે. આ પ્રદર્શન મોરબી મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. મોરબીની જાહેર જનતાને આ પ્રદર્શન નિહાળવા અને પોતાના પુસ્તકો લાયબ્રેરીને દાન કરવા અંગે અપીલ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશ્નર, મોરબી મહાપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News