મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની દીકરીને વધુ કરિયાવર લાવવા દબાણ કરનારા અમદાવાદમાં રહેતા પતિ સહિત પાંચ સામે ફરિયાદ


SHARE











મોરબીની દીકરીને વધુ કરિયાવર લાવવા દબાણ કરનારા અમદાવાદમાં રહેતા પતિ સહિત પાંચ સામે ફરિયાદ

મોરબી નજીકના રવાપર ગામે શક્તિ ટાઉનશીપની બાજુમાં આવેલ શકુન હાઇટ્સમાં હાલમાં માવતરના ઘરે રહેતી પરિણીતાને તેના પતિ, સાસુ, સસરા અને બે નણદો દ્વારા ઘરકામ અને કરિયાવર બાબતે દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો અને મારકૂટ કરવામાં આવતી હતી જેથી કરીને ભોગ બનેલ પરણીતા દ્વારા હાલમાં મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓની સામે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધી આરોપી અને પકડવા માટે તજવી શરૂ કરે છે

જાણવા મળતી વિગત પ્રમાણે હાલ મોરબીમાં રવાપર ગામ પાસે આવેલ શક્તિ ટાઉનશીપની બાજુમાં શકુંન હાઈટ્સ ખાતે માવતરના ઘરે રહેતી મૂળ અમદાવાદની રહેવાસી ખ્યાતિબેન રાકેશભાઈ જાકાસણીયા (32)હાલમાં મોરબી મહિલા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ રાકેશભાઈ મગનભાઈ જાકાસણીયા, સસરા મગનભાઈ ભીમજીભાઇ, સાસુ શારદાબેન મગનભાઈ અને નણંદ આશાબેન અમિતભાઈ તથા કોમલબેન અવિનાશભાઈ રહે. બધા 21 સનસેટ બંગ્લોઝ કેમ્બેગ્રાન્ડ હોટલની સામે થલતેજ અમદાવાદ વાળાની સામે ફરિયાદ નોંધાવે છે જેમાં તેને જણાવ્યુ છે કે, તેના પતિ, સાસુ, સસરા અને નણંદ દ્વારા અવારનવાર નાની-નાની બાબતોમાં તેમજ ઘરકામ અને કરિયાવર બાબતે તેઓને દુઃખ ત્રાસ આપવામાં આવતો હતો અને મેણાટોણા મારવામાં આવતા હતા તથા તેના પતિ દ્વારા તેની સાથે મારકૂટ કરવામાં આવતી હતી અને વધુ કરિયાવર લાવવા માટે થઈને દબાણ કરવામાં આવતું હતું જેથી હાલમાં પરણીતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે તેના પતિ સહિત કુલ પાંચ વ્યક્તિઓ સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News