ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

મોરબી નજીક ડમ્પર ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત: ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં


SHARE







મોરબી નજીક ડમ્પર ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત: ઇજા પામેલા બે વ્યક્તિ સારવારમાં

મોરબીના રાજકોટ કંડલા બાયપાસ રોડ ઉપર અમરેલી ગામના પાટિયા નજીક રીક્ષાને ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો જેમાં રીક્ષા ચાલક યુવાનને મોઢા, જડબા, માથા અને જીભમાં ઇજા થયેલ હતી તેમજ સાહેદને માથામાં હેમરેજ જેવી ગંભીર ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા ત્યાર બાદ રીક્ષા ચાલકે નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ કુલીનગરમાં રહેતા અબ્દુલભાઈ હુસેનભાઇ કટિયા (46)મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ડમ્પર નંબર જીજે 3 બીવાય 5621 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યુ છે કે, રાજકોટ કંડલા બાયપાસ રોડ ઉપર અમરેલી ગામના પાટીયા પાસેથી તેઓ પોતાની રીક્ષા નંબર જીજે 36 યુ 2364 લઈને જઈ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે તેઓની રીક્ષાને પાછળથી ટક્કર મારી હતી જેથી કરીને અકસ્માતનો બનાવ બન્યો હતો અને બનાવમાં ફરિયાદીને મોઢા, જડબા, માથા અને જીભમાં ઇજા થયેલ હતી અને રીક્ષામાં બેઠેલા સાહેને માથામાં ઇજા થવાથી તેને આઠ ટાંકા આવ્યા હતા જેથી ભોગ બનેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે હાલમાં ડમ્પર ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News