મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની રામકો વિલેજ સોસાયટીમાં પાણી આપવાનો ખાર રાખીને વૃદ્ધાને પથ્થરના છૂટા ઘા ઝીકયા !


SHARE











મોરબીની રામકો વિલેજ સોસાયટીમાં પાણી આપવાનો ખાર રાખીને વૃદ્ધાને પથ્થરના છૂટા ઘા ઝીકયા !

મોરબી નજીક આવેલ રામકો વિજેલ સોસાયટીમાં રહેતા વૃદ્ધાએ બે મહિના પહેલા એક મહિલાને પાણીની જરૂરિયાત હોય સંયુક્ત બોરમાંથી પાણી આપ્યું હતું જે બાબતે તેના પતિ સાથે બોલાચાલી કરવામાં આવી હતી ત્યાર બાદ તે બાબતનો ખારાખીને વૃદ્ધાના પતિ અને દીકરો બહાર હતા ત્યારે વૃદ્ધના ઘરમાં આવીને પથ્થરના છૂટા ઘા માર્યા હતા અને બેફામ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના ઘૂટું ગામે નજીક આવેલ રામકો વિલેજ સોસાયટીમાં રહેતા જોસનાબેન પ્રવીણભાઈ જોશી (60)એ અશ્વિન બાવાજી રહે. રામકો વિલેજ સોસાયટી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, બે મહિના પહેલા તેઓની શેરીમાં રહેતા રામબાઈને પાણીની જરૂરિયાત હોય તેઓએ સંયુક્ત બોરમાંથી રામબાઈને પાણી આપ્યું હતું જે બાબતે અગાઉ ફરિયાદીના પતિ પ્રવીણભાઈ સાથે આરોપીબોલાચાલી કરેલ હતી અને ત્યારબાદ તે બાબતનો ખા રાખીને ગઈકાલે ફરિયાદીના પતિ અને દીકરો બહાર ગયા હતા ત્યારે ફરિયાદીના ઘરમાં પ્રવેશ કરીને પથ્થરના છૂટા ઘા કરીને વૃદ્ધાને ઇજા કરી હતી અને બેફામ ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપેલ હતી જેથી ભોગ બનેલ વૃદ્ધાએ સારવાર લીધા બાદ હાલમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે






Latest News