મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાન ઉપર કર્યો છરી વડે હુમલો


SHARE







મોરબીમાં જૂના ઝઘડાનો ખાર રાખીને ત્રણ શખ્સોએ યુવાન ઉપર કર્યો છરી વડે હુમલો

મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા યુવાન સાથે અગાઉ થયેલ બોલાચાલી અને ઝઘડાનો ખાર રાખીને ગેસ્ટ હાઉસ રોડ ઉપરથી ત્રણ શખ્સો દ્વારા યુવાન ઉપર હુમલો કરવામાં આવ્યો હતો અને ત્યારે તે યુવાનને ઢીકાપાટુ અને છરીના પેડુ તેમજ બેઠકના ભાગે ઘા મરવામાં આવ્યા હતા જેથી યુવાને સારવાર લીધા બાદ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ત્રણ શખ્સો સામે ગુનો નોધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના વીસીપરા વિસ્તારમાં હાઉસિંગ બોર્ડ બ્લોક નં- 49 હનુમાનજીના મંદિર વાળી શેરીમાં રહેતા રફીકભાઈ ઉમરભાઈ સુમરા (29)એ હાલમાં એજાજ નુરમામદ જામ, રફીક નુરમામદ અને એક અજાણ્યો શખ્સ આમ કુલ ત્રણ વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવી છે જેમાં તેને જણાવ્યુ છે કે, અગાઉ તેને રફિકભાઈ નુરમામદ સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો તે બાબતનો ખા રાખીને ત્રણેય આરોપીઓ મોરબીના ગેસ્ટ હાઉસ રોડ ઉપર સીપીઆઈ ચોક નજીક ડીલક્ષ પાન પાસે ફરિયાદી હતો ત્યાં આવ્યા હતા અને ત્યારે એજાજ અને રફીકે તેના બાઈકમાંથી છરી કાઢીને ફરિયાદી સાથે ઝપાઝપી કરીને ઢિકાપાટુનો માર માર્યો હતો અને ત્યારે એજાજે તેના હાથમાં રહેલ છરી વડે ફરીયાદીને પેડુના ભાગે છરીનો ઘા માર્યો હતો અને રફીકે તેના હાથમાં રહેલ છરી વડે ફરિયાદીને બેઠકના ભાગે છરીનો ઘા માર્યો હતો અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે જેથી ભોગ બનેલ યુવાને સારવાર લીધા બાદ હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવી શરૂ કરે છે






Latest News