ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત ટંકારા-વાંકાનેરમાં બે ઘરફોડ ચોરીની ઘટનાને અંજામ આપનારા વડોદરા-અમદાવાદના બે શખ્સની 4.39 લાખના મુદ્દામાલ સાથે ધરપકડ હળવદના રાતાભે ગામે ઘરમાં જુગાર રમતા 8 ઝડપાયા: 1.27 લાખનો મુદ્દામાલ કબજે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં વીજ કંપનીના કર્મચારીના ઘરમાંથી રોકડ-દાગીના મળીને 50,300 ના મુદામાલની ચોરી


SHARE







વાંકાનેરમાં વીજ કંપનીના કર્મચારીના ઘરમાંથી રોકડ-દાગીના મળીને 50,300 ના મુદામાલની ચોરી

વાંકાનેર શહેરમાં આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા યુવાનના રહેણાંક મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને તેના ઘરમાંથી સોના ચાંદીના દાગીના તથા રોકડા રૂપિયા મળીને 50,300 ની કિંમતનો મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાને અજાણ્યા શખ્સની સામે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે વાંકાનેરમાં આવેલ બ્રહ્મ સમાજ સોસાયટીમાં રહેતા અને પીજીવીસીએલમાં ફરજ બજાવતા દિવ્યેશભાઈ જગદીશભાઈ જાની (36)એ અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, તેઓના ઘરની અંદર કોઈ અજાણ્યા શખ્સે પ્રવેશ કરીને ઘરના દરવાજાનું તાળું તોડીને કબાટ ખોલ્યો હતો અને સોના ચાંદીના દાગીના જેમાં સોનાની બુટ્ટી એક જોડી, સોનાનો ચેન, એક ચાંદીના વરખવાળા સોનાના પાટલા એક જોડી,  સોનાની માળા એક તથા ગલ્લા અને પર્સમાં રહેલા રોકડા 10,000 રૂપિયા અને એક મોબાઈલ ફોન આમ કુલ મળીને 50,300 રૂપિયાની કિંમતના મુદ્દામાલની ચોરી કરવામાં આવેલ છે જેથી કરીને ભોગ બનેલા યુવાન દ્વારા નોંધાવવામાં આવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા શખ્સની સામે ચોરીનો ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News