વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબીના ઉમિયા સર્કલ પાસે ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત


SHARE







મોરબીના ઉમિયા સર્કલ પાસે ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડનું મોત

મોરબીના ઉમિયા સર્કલ પાસે નવા બની રહેલા બાંધકામના ત્રીજા માળેથી નીચે પટકાતાં આધેડને ગંભીર ઈજાઓ થઈ હતી જેથી કરીને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે લાવ્યા હતા અને આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

બનાવની જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ ઉમિયા સર્કલ પાસે બહુમાળીનું બાંધકામ કરવામાં આવ્યું છે જેના ત્રીજા માળે ફેબ્રિકેશનનું કામ કરનાર નટવરભાઈ મનજીભાઈ કૈલા (ઉંમર ૫૨) રહેરવાપર ગામ વાળા કામગીરી દરમિયાન બિલ્ડીંગના ત્રીજા માળેથી નીચે પટકાયા હતા જેથી કરીને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ તેઓના મૃતદેહને કલ્પેશભાઈ ગોવિંદભાઈ હીરાણી મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે લઇ આવ્યા હતા આ બનાવની મોરબી સીટી એ ડીવીઝન પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી




Latest News