મોરબી જિલ્લામાં ત્રણ તાલુકાની 124 બેઠકો માટે ભાજપમાં 237 દાવેદાર: આજે બે તાલુકા પંચાયત, બે તાલુકાની જિલ્લા પંચાયતની બેઠકો અને એક પાલિકાની બેઠક માટે સેન્સ લેવાશે ગેસ કંપનીએ રોન કાઢી !: ગુજરાત ગેસ કંપનીએ મોરબીમાં સિરામિક ઉદ્યોગના કાયમી-આપદા સમયે આવેલ ગ્રાહકો માટે આપેલા ગેસના ભાવમાં જમીન આસમાનનો તફાવત હળવદના ભલગામડા-દીઘડીયા રોડે ડબલ સવારી બાઇક સાથે બાઇક અથડાતાં સર્જાયેલ અકસ્માતમાં એકનું મોત ટંકારાના ઓટાળા ગામે ખેતરના શેઢાની જમીન માપણીના મનદુખમાં સામસામે મારા મારી: હવે બંને પક્ષેથી ફરિયાદ ટંકારાના લતીપર રોડે ટ્રક સાથે બાઇક અથડાતાં બાઇક ચાલકનું મોત મોરબીના ખાખરાળા ગામ પાસે બસમાંથી ઉતરીને રોડ ક્રોસ કરતાં બે મહિલા સહિત 4 પૈકીનાં 3 લોકોને કાર ચાલકે ઉડાવ્યા મોરબીમાં દેશી-વિદેશી દારૂની 3 રેડમાં 2.09 લાખથી વધુનો મુદામાલ કબ્જે માળીયા (મી)ના રાયસંગપર ગામ નજીકથી જામગરી બંદૂક સાથે એક પકડાયો
Breaking news
Morbi Today

મોરબીની સિવિલ ખાતે મહારાણી શ્રી નંદકુંવરબા જનાના હોસ્પિટલનું બોર્ડ લગાવાયું


SHARE











મોરબીની સિવિલ ખાતે મહારાણી શ્રી નંદકુંવરબા જનાના હોસ્પિટલનું બોર્ડ લગાવાયું

મોરબીના પ્રજાવત્સલ રાજવી પરિવાર દ્વારા શહેરને અનેક બિલ્ડીંગો આપવામાં આવી હતી.જેમાં વીસી હાઇસ્કૂલ જેને વકતુબા ચેરીટેબલ ટ્રસ્ટ હાઇસ્કુલ તરીકે ઓળખવામાં આવે છે તે ઉપરાંત મોરબી સરકારી હોસ્પિટલનું બિલ્ડીંગ જે પણ રાજા રજવાડાઓ દ્વારા તેઓની મિલકતમાંથી આપવામાં આવેલું છે. તે રીતે જ એલઇ કોલેજ અને તે રીતે જ નગર દરવાજા અને ગ્રીન ચોક જેવા બેનમૂન સ્થાપત્યો શહેરને ભેટ આપવામા આવેલ છે.પરંતુ ક્યાંકને ક્યાંક યોગ્ય રખ રખાવના અભાવે આ બીલ્ડીંગોમાં ઝાંખપ આવી ગઈ છે.દરમ્યાનમાં મોરબી સરકારી હોસ્પીટલના બિલ્ડીંગ ખાતે રજવાડાની યાદ ચાલુ રહે તે માટે ત્યાં મહારાણી શ્રી નંદકુંવરબા જનાના હોસ્પિટલનું બોર્ડ પુનઃ પ્રસ્થાપિત કરવામાં આવ્યું હતું.

મળતી વિગતો પ્રમાણે મોરબી સરકારી હોસ્પિટલના ડોક્ટર દુધરેજીયાને રૂબરૂ મળીને રાજપૂત સમાજના પૂર્વ પ્રમુખ અને રાજપૂત યુવક મંડળ ટ્રસ્ટના પ્રમુખ તેમજ રાજપૂત કરણી સેનામાં પ્રદેશ કક્ષાએ કામ કરેલ એવા કનકસિંહ ડી.જાડેજા અને જયુભા જાડેજાએ સિવિલ હોસ્પીટલમાં મહારાણી શ્રી નંદકુંવરબા જનાના હોસ્પિટલનું બોર્ડ લગાવવા રજૂઆત કરેલ હતી.મહારાણી શ્રી નંદકુંવરબા સાહેબ જનાના હોસ્પિટલ મોરબીની પ્રજાને સારી મેડીકલ સુવિધાની સેવા મળે માટે રાજવી પરિવારે બનાવી હતી.જોકે સ્વતંત્રતા બાદ હોસ્પિટલનું સંચાલન સરકાર કરે છે.પરંતુ રાજવી પરિવારને મોરબીની પ્રજા પ્રત્યે આજે પણ લાગણી એટલી જ છે મોરબીમાં આફત આવે ત્યારે મોરબીની પ્રજાની સાથે રાજવી પરિવાર ઉભો રહે છે જેથી લોકોને પણ રાજવી પરિવારની સ્મૃતિ રહે માટે તેમના નામનું બોર્ડ કાયમી માટે રાખવાના હેતુથી સિવિલ હોસ્પિટલમાં મહારાણી શ્રી નંદકુંવરબા નામનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.બોર્ડ લગાવવાની કામગીરી માટે ન્યુ પેલેસ તરફથી વિશ્વરાજસિંહ જાડેજા અને તેમનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો તેમ કરણી સેનાના તાલુકા પ્રમુખ રવિરાજસિંહ જાડેજાએ યાદીમાં જણાવેલ છે.

અધ્યયન મંડળ મોરબી દ્વારા કાર્યશાળા યોજાશે

રાષ્ટ્રના ઉત્થાન માટે અધ્યયનશીલ લોકોનું મોટું યોગદાન હોય છે.અધ્યયન મંડળ મોરબી દ્વારા હિન્દુ સંવત્સર મહિનાના ચોથા ગુરુવારે  સમાજ જીવનના સ્પર્શતા જુદા જુદા વિષયોને લઈને એક સેમિનારમાં થાય છે.આ વખતે ૩૧ મી કાર્યશાળા (સેમિનાર) દિનાંક ૩૦ ને ગુરુવારે રાત્રે ૯:૧૫ વાગ્યે ગાયત્રી ચેતના કેન્દ્ર, નવા હાઉસીંગ બોર્ડ,શનિદેવના મંદિર પાછળ યોજાશે.જેમાં વક્તા ડો.ભાવેશભાઈ  જેતપરિયા (નિવૃત પ્રાધ્યાપક) વાતચીત કરશે.આ સેમિનારમાં અધ્યયનશીલ લોકો દ્વારા અત્યંત રસપ્રદ ચર્ચાઓ કરવામાં આવે છે.જેથી સમાજના લોકોને આ કાર્યક્રમમાં જોડાય તેવી અપીલ સંયોજક ડો.જયેશભાઈ પનારા દ્રારા કરવામાં આવેલ છે.






Latest News