મોરબી : ૪ ફેબ્રુઆરીએ વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશે
હળવદ-વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે 3 દિવસે 232 ફોર્મ ઉપડ્યા, હજુ સુધીમાં એકપણ ભરાયુ નથી...!
SHARE
હળવદ-વાંકાનેર પાલિકાની ચૂંટણી માટે 3 દિવસે 232 ફોર્મ ઉપડ્યા, હજુ સુધીમાં એકપણ ભરાયુ નથી...!
મોરબી જિલ્લામાં હળવદ નગરપાલિકાની સામાન્ય અને વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે અને ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાનુ શરૂ થઇ ગયેલ છે જો કે, આ બંને નગરપાલિકાની ચુંટણી માટે અત્યાર સુધીમાં કુલ મળીને 232 જેટલા આગેવાનો ઉમેદવારી ફોર્મ લઈ ગયેલ છે જો કે, ત્રણ દિવસમાં બંને નગરપાલિકામાં એક પણ ફોર્મ ભરાયેલ નથી.
મોરબી જીલ્લામાં હળવદ નગરપાલિકાની સામાન્ય તથા વાંકાનેર નગરપાલિકાની મધ્ય સત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી છે જેમાં હળવદ નગરપાલિકાના સાત વોર્ડની 28 બેઠકો તથા વાંકાનેર નગરપાલિકાની સાત વોર્ડની 28 બેઠકોનો સમાવેશ થાય છે અને છેલ્લા ત્રણ દિવસથી ચૂંટણી માટે થઈને ઉમેદવારી પત્ર ભરવાનુ શરૂ થઇ ગયેલ છે પરંતુ જો હળવદ નગરપાલિકાની વાત કરીએ તો 28 બેઠકો માટે થઈને હળવદ મામલતદાર કચેરી ખાતેથી બુધવારે એક પણ આગેવા ઉમેદવારી પત્ર લઈ ગયેલ છે. પરંતુ આજ સુધીમાં કુલ મળીને 120 આગેવાન ફોર્મ લઇ ગયેલ છે જોકે ત્રણ દિવસમાં એક પણ આગેવાને પોતાનું ઉમેદવારી ફોર્મ ભરેલ નથી આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાની વાત કરીએ તો સાત વોર્ડની 28 બેઠકો માટે બુધવારે 52 આગેવાનો ઉમેદવારી પત્રો લઈ ગયેલ છે અને ત્રણ દિવસમાં કુલ મળીને 112 આગેવાનો ઉમેદવારી પત્ર લઇ ગયેલ છે. જોકે ત્રણ દિવસે વાંકાનેર નગરપાલિકાની ચૂંટણી માટે એક પણ આગેવાન દ્વારા તેનું ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું નથી તેવું સ્થાનિક અધિકારી પાસેથી જાણવા મળેલ છે.