મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી : ૪ ફેબ્રુઆરીએ વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશે


SHARE







મોરબી : ૪ ફેબ્રુઆરીએ વરીયા પ્રજાપતિ જ્ઞાતિ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશે
 
આગામી તારીખ ૪ ફેબ્રુઆરીના રોજ વરીયા પ્રજાપતિ જ્ઞાતિ મોરબી દ્વારા 38મો સમૂહ લગ્નોત્સવ યોજાશે. મોરબીના ત્રાજપર ખાતે રીવેરા સિરામિકની બાજુમાં આ સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમાં ૨૨ નવદંપતીઓ પ્રભુતામાં પગલાં પાડશે.
 
૪ ફેબ્રુઆરીને મંગળવારના રોજ યોજાનાર વરીયા પ્રજાપતિ જ્ઞાતિ મોરબી આયોજિત સમૂહ લગ્નોત્સવમાં સવારે ૫:૩૦ કલાકે ગણેશ સ્થાપના થશે. સવારે ૮;૧૫ કલાકે જાનના સામૈયા થશે. ૧૦:૧૫ કલાકે હસ્ત મેળાપ થશે. સવારે ૯:૩૦  કલાકે આશીર્વચન સમારોહ યોજાશે. સવારે ૧૦:૩૦  કલાકે ભોજન સમારંભ અને બપોરે ૧:૧૫ કલાકે જાન વિદાય થશે. આ સમૂહ લગ્નોત્સવમાં વરીયા પ્રજાપતિ હડમતીયાના મહંત પ્રેમદાસ બાપુ, મોરબી વરીયાદેવ મંદિરના મહંત વીરદાસજી બાપુ, વરીયા પ્રજાપતિ જ્ઞાતિ હડમતિયાના મેહુલદાસ બાપુ, વાવડી આશ્રમના જયરાજનાથજી બાપુ અને લગ્ન વિધિના મુખ્ય આચાર્ય શાસ્ત્રી જનકભાઈ પંડ્યા ઉપસ્થિત રહેશે. સમારંભના અધ્યક્ષ તરીકે મનસુખભાઈ રાઘવજીભાઈ સંખલપરા (વાંકાનેર) અને સહ અધ્યક્ષ તરીકે લખમણભાઈ રણછોડભાઈ નદાસીયા (મકનસર) તેમજ કલેકટર, ડીડીઓ, ધારાસભ્ય, સાંસદ સભ્ય સહિતના  હાજરી આપશે. આ ઉપરાંત અનેક રાજકીય-સામાજિક આગેવાનો પણ ઉપસ્થિત રહેશે. લગ્નોત્સવમાં જોડાનાર દીકરીઓને ૧૨૦ થી વધુ જીવન જરૂરિયાતની વસ્તુઓ કરિયાવર પેટે આપવામાં આવશે.





Latest News