મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

હળવદમાં ઘરના તાળાં તોડીને કરવામાં આવેલ 1.44 લાખના દાગીનાની ચોરીના ગુનામાં એક પકડાયો, બેની શોધખોળ


SHARE







હળવદમાં ઘરના તાળાં તોડીને કરવામાં આવેલ 1.44 લાખના દાગીનાની ચોરીના ગુનામાં એક પકડાયો, બેની શોધખોળ

હળવદમાં આવેલ આનંદ પાર્ક સોસાયટીમાં યુવાનના મકાનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી સોનાના તથા ચાંદીના દાગીનાની ચોરી કરવામાં આવેલ હતી જેથી ભોગ બનેલા પરિવારની 1,44,000 ના દાગીનાની ચોરી થયેલ હોવાની ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે એક આરોપીની ધરપકડ કરેલ છે અને બે આરોપીને પકડવાના બાકી છે.

હળવદમાં આવેલ આનંદ પાર્કમાં રહેતા ઘનશ્યામભાઈ જીવણભાઈ ગઢવી (41)એ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા શખ્સની સામે ચોરીની ફરિયાદ નોંધાવી હતી જેમાં જણાવ્યુ હતું કે, ગત તા. 14/10 ના સવારના ચારેક વાગ્યાના અરસામાં કોઈ અજાણ્યા શખ્સ દ્વારા તેમના રહેણાંક મકાનને નિશાન બનાવવામાં આવ્યું હતું અને તેના ઘરની અંદર પ્રવેશ કરીને કબાટમાં રાખવામાં આવેલ સોનાનું ત્રણ તોલાનું મંગળસૂત્ર, સોનાનો ત્રણ તોલાનો ગળામાં પહેરવાનો હાર અને બુટ્ટી, સોનાની પાંચ ગ્રામની આંગળીમાં પહેરવાની ત્રણ વીટી, હાથમાં પહેરવાના સોનાની ચીપના એક જોડી પાટલા, સોનાની ચીપ વાળી ચાર ચૂડલી અને ચાંદીના સાંકડા આમ કુલ મળીને 1,44,000 નો મુદામાલ ચોરી કરવામાં આવેલ છે જેથી ભોગ બનેલા યુવાનની ફરિયાદ લઈને હળવદ પોલીસે આરોપીને પકડવા માટે ચક્રોગતિમાન કર્યા હતા અને આ ગુનામાં હાલમાં જામનગરની ગેંગને પકડવામાં આવેલ છે અને હળવદના પીઆઈ આર.ટી વ્યાસ તથા તેની ટીમે આરોપી સોનુસિંહ ઉર્ફે  શેરસિંહ રણજીતસિંહ ખીરચી લુહાર જાતે ચીખલીગર રહે. યોગેશ્વરધામ ઢીંચડા રોડ ખોડીયાર કોલોની જામનગર વાળાની ધરપકડ કરેલ છે અને તેની પ્રાથમિક પૂછપરછમાં શેરસિંહ રણજીતસિંહ ખીરચી રહે. જામનગર અને જસબીરસિંગ ઉર્ફે રવીસિંગ રહે. ભરૂચ વાળાના નામ સામે આવેલ છે જેથી તેને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.






Latest News