મોરબીની સબજેલમાંથી જુદી જુદી બે જગ્યાએથી કીપેડ વાળા બે મોબાઈલ ફોન મળ્યા !: અગાઉની મળેલા 4 મોબાઈલની તપાસ ઠેરની ઠેર ? રીબડાનો રેકોર્ડ મોરબીના જેતપર ગામના ખેડૂતો બ્રેક કર્યો: ખાનગી વીજ કંપની સામે વિરોધ વ્યક્ત કરવા એક જ દિવસમાં 5,551 ખેડૂતોએ કર્યું રક્તદાન મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી
Breaking news
Morbi Today

મોરબી નજીક એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર કાર ચાલક સામે કાર્યવાહી


SHARE











મોરબી નજીક એક્ટિવાને હડફેટે લઈને વૃદ્ધનું મોત નિપજાવનાર કાર ચાલક સામે કાર્યવાહી

મોરબીના નાનીવાવડી ગામ પાસે એક્ટિવા લઈને જઈ રહેલા વૃદ્ધના એકટીવાને કાર ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં વૃદ્ધને ઈજા થયેલ હતી અને તેનું સારવાર દરમ્યાન મોત નીપજયુ હતું જેની ફરિયાદ નોંધાયેલ હતી તે ગુનામાં પોલીસે કાર ચાલકને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબી તાલુકાના નાનીવાવડી ગામે રહેતા કરસનભાઈ પ્રાગજીભાઈ સોલંકી (86) ગત તા. 22/12 ના રોજ સવારે સાત વાગ્યાના અરસામાં પોતાના ઘરેથી એકટીવા લઈને જઈ રહ્યા હતા ત્યારે રોડ ક્રોસ કરતા હતા ત્યારે અજાણી કારના ચાલકે તેઓના એકટીવાને હડફેટે લીધું હતું જેથી કરીને કરસનભાઈ સોલંકીને ઇજાઓ થયેલ હતી જેથી કરીને ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે સારવાર કારગત ન નિવડતા કરસનભાઈ સોલંકીનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે નોંધાવેલ ફરિયાદની તપાસ કરી રહેલા ફિરોઝભાઈ સુમરા દ્વારા આરોપી અમિત પરસોતમભાઈ ચાવડા (32) રહે બગથળા વાળાને પકડીને તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

આધેડ સારવારમાં

મોરબી તાલુકાના નવા જાંબુડીયા ગામે રહેતા અનિલભાઈ લાલજીભાઈ (53) નામના આધેડ જાંબુડીયા ગામથી લાલપર જવાના રસ્તા ઉપર પસાર થઈ રહ્યા હતા ત્યારે બાપા સીતારામ મઢુલી નજીક અજાણ્યા વાહન ચાલકે તેઓને હડફેટે લેતા અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલા આધેડને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી






Latest News