મોરબીની કે.જી.એલ. કંપનીમાં કામ કરતી વખતે પડી જતા મોત મોરબીમાં બાઈક-બસ અથડાયા બાદ મારામારી માળીયા (મી) નાના દહીસરા ગામ પાસે ડેલામાં આવેલ ઓરડીમાંથી દારૂની 117 બોટલ ઝડપાઈ: બે આરોપીઓની શોધખોળ મોરબી જીલ્લામાં ગાડી સળગી જતાં વાહનના માલિકને 12 લાખનો વીમો ચૂકવવા ગ્રાહક કોર્ટનો આદેશ મોરબી રાજકોટ હાઇવે રોડના કામમાં બેદરકારી રાખનારા અધિકારીઓ-કોન્ટ્રાક્ટર સામે પગલા લેવા મહેશભાઇ લિખિયાની માંગ મોરબીમાં સગીરા સાથે દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને પોકસો કોર્ટે 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો મોરબી જીલ્લામાં ૩૧.૭ કરોડના ખર્ચે બનેલા બે રમતગમત સંકુલનું નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની વર્ચ્યુઅલ હાજરી અને મંત્રી કાંતિભાઈની હાજરીમાં કરાયું લોકાર્પણ હળવદના શિરોઈ ગામે દાડમ ફાર્મ અને અમરદીપ ટિસ્યુકલ્ચર લેબની કલેકટરે મુલાકાત લીધી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં વાહનો માટે નવી સિરીઝના ખાસ નંબરનું ઈ-ઓક્શન કરાશે


SHARE







મોરબી જિલ્લામાં વાહનો માટે નવી સિરીઝના ખાસ નંબરનું ઈ-ઓક્શન કરાશે

મોરબી જિલ્લામાં ખાસ પ્રકારના વાહનો માટે આગામી તા. 27/1 ના રોજ GJ-36-S 1 થી 9999 સુધીના નંબરોની નવી સીરીઝ શરુ કરવામાં આવશે. તેથી પસંદગીના નંબર મેળવવા અંગે ઇચ્છુક અરજદારો માટે નિયત ફી 8000 ગોલ્ડન નંબરની ઓછામાં ઓછી ફી 40000 તથા સિલ્વર નંબરની ઓછામાં ઓછી ફી 15000 રાજ્ય સરકારએ નિયત કરી છે.

ગોલ્ડન તથા સિલ્વર નંબરની યાદીમાં ગોલ્ડન નંબરમાં 1, 5, 7, 9,11, 99, 111, 333, 555, 777, 786, 999, 1111, 1234, 2222, 3333, 4444, 5555, 7777, 8888, 9000, 9009, 9009, 9090, 9099, 9909, 9990, 9999- જેના માટે 40000 ફી છે. અને સિલ્વર નંબરની સિરીઝ માટે 2, 3, 4, 8, 10, 18, 27, 36, 45, 54, 63, 72, 81, 90, 100, 123, 200, 222, 234, 300, 303, 400, 444, 456, 500, 567, 600, 678, 700, 789, 800, 888, 900, 909, 1000, 1001,1008,1188, 1818, 1881, 2000, 2345, 2500, 2727, 2772, 3000, 3456, 3636, 3663, 4000, 4455, 4545, 4567, 5000, 5005, 5400, 5445, 5454, 6000, 6336, 6363, 6789, 7000, 7007, 7227, 7272, 8000, 8008, 8055, 8118, 8181- માટે 15000 ફી છે. અત્રે જણાવ્યા મુજબ સિવાયના અન્ય નંબરો માટે 8000 ફી નિર્ધારિત કરવામાં આવી છે. લ્લેખનીય છે કે ગોલ્ડન અને સિલ્વર નંબરોની ફાળવણી ઈ-ઓક્શનથી જ કરવામાં આવશે. GJ-36-S સીરીઝમાં પસંદગીના નંબરો મેળવવા માટે અરજીમાં જે વાહનોનો ટેક્ષ/કર મોરબી એ.આર.ટી.ઓ કચેરી ખાતે ભરપાઈ કરવામાં આવેલ હોય અને નોંધણી માટે અધિકારીની સહી થયેલી હોય તેવા જ ફોર્મને પસંદગીના નંબર માટે ધ્યાનમાં લેવામાં આવશે.અને તા. 27/1ના રોજ સાંજે 4 થી તા. 29/1 ના સાંજના 4 સુધી https://parivahan.gov.in/fancy/  આ વેબસાઈટ પર જઈને ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. અને તા 29/1 ના રોજ સાંજના 5 વાગ્યે કોમ્પ્યુટર દ્વારા જનરેટ થયેલ ઈ-ઓક્શનનું પરિણામ જાહેર થશે.






Latest News