મોરબીમાં જુગારમાં ૨૨ લાખ હારેલ યુવાનને વ્યાજચક્રમાં ફસાવી પઠાણી ઉઘરાણી કરવામાં વધુ એક સામે કાર્યવાહી મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત
Breaking news
Morbi Today

મોરબીના યુવા શક્તિ ગ્રુપે એક વર્ષમાં 700 જેટલી રક્તની બોટલો સંકટ સમયે એકત્રિત કરી આપી


SHARE











મોરબીના યુવા શક્તિ ગ્રુપે એક વર્ષમાં 700 જેટલી રક્તની બોટલો સંકટ સમયે એકત્રિત કરી આપી

ઈમરજન્સી એટલે યુવા શક્તિ તરીકે જાણીતુ મોરબીનુ યુવા શક્તિ ગ્રુપ કે‌ જે મોરબી અને રાજકોટની સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં પ્રેગ્નન્સી, અકસ્માત જેવા ઈમરજન્સી સમયે હેન્ડ ટુ હેન્ડના અનોખા ધ્યેય સાથે બ્લડની તાત્કાલિક જરૂરીયાત પુરી પાડે છે.

ગ્રુપની અવિરતપણે ચાલતી આ સેવામા પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ ૨૪/૭ દિવસ રાત જોયા વગર ૩૬૫ દિવસ કોઈપણ‌ બ્લડ ની જરૂરીયાત પુરી પાડવા ખડેપગે રહે છે તથા હજારો લોકોને જીવનદાન આપી ચૂકયુ છે તથા ગત વર્ષ ૨૦૨૪ મા 700 જેટલી બોટલ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત પુરી પાડવામાં આવી છે અને આગળ પણ આ સેવા અવિરતપણે ચાલુ રહેશે ત્યારે ગ્રુપ દ્વારા કોઈપણ બ્લડની ઈમરજન્સી જરૂરીયાત સમયે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર‌ સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યું છે.

તદુપરાંત ૧ થી ૧૨ વર્ષના બાળકોના શારીરિક તથા માનસિક વિકાસને ધ્યાનમાં રાખીને ગ્રુપ દ્વારા દરેક પુષ્યનક્ષત્ર ના દિવસે વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા માટે કેમ્પનું આયોજન કરવામાં આવે છે જેમાં ૨૦૨૪ મા ૧૦ હજારથી પણ વધારે બાળકો લાભાન્વિત થયા છે ત્યારે આવનારા સમયમાં પણ ગ્રુપ દ્વારા મોરબીના અન્ય જરૂરીયાતમંદ વિસ્તારમાં પણ નિઃશુલ્ક પણે સુવર્ણ‌પ્રાશન કેમ્પનું આયોજન કરવામાં આવશે.

આ ઉપરાંત યુવા શક્તિ ગ્રુપ દ્વારા કોરોના સમયથી જ ઓક્સિજનના જરૂરીયાતમંદ લોકોને નિઃશુલ્ક પણે ૫ થી ૧૦ લિટરના ઓક્સિજન મશીનની સુવિધા પૂરી પાડવામાં આવે છે જે મશીન સંપૂર્ણ પણે ઇલેક્ટ્રિક પાવર પર ચાલે છે તથા હવામાંથી ઓક્સિજન મેળવી શુદ્ધ કરી જરૂરીયાતમંદ ને પુરી પાડે છે. આ ઓક્સિજન મશીન તથા બ્લડ ની ઈમરજન્સી જરૂરીયાત માટે તથા ઈમરજન્સીની જરૂરીયાત સમયે રક્તદાન રુપી મહાદાન કરવા ઈચ્છતા લોકોને ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર‌ સંપર્ક કરવા ગ્રુપ દ્વારા અનુરોધ કરવામાં આવ્યું છે.

તેમજ યુવા શક્તિ ગ્રુપ ની તમામ સેવાઓ મોરબીના તમામ લોકો માટે નિઃશુલ્ક પુરી પાડવામાં આવે છે તથા યુવા શક્તિ ગ્રુપ સંપૂર્ણપણે ગ્રુપના સભ્યો તેમજ સ્પોન્સરના આપસી સહયોગથી ચાલતુ હોવાથી યુવા શક્તિ ગ્રુપ કોઈપણ‌ પ્રકારના માધ્યમથી આર્થિક દાન બહારથી એકત્રિત કરતુ નથી. જેની નોંધ લેવી તથા આવુ ધ્યાનમાં આવતા સત્વરે ગ્રુપના હેલ્પલાઇન નંબર ૯૩૪૯૩ ૯૩૬૯૩ પર સંપર્ક કરવા ગ્રુપના‌ મેન્ટોર પિયુષભાઈ બોપલિયાની યાદીમા જણાવામાં આવ્યું છે.






Latest News