મોરબીના રવાપર ગામે તળાવમાં ગંદુ પાણી ભરાઈ જતાં મચ્છરનો ઉપદ્રવ સહિતની સમસ્યાઓનો કમિશનર પાસે ઢગલો કરતાં કોંગ્રેસના આગેવાન મોરબી શહેરના ભક્તિનગર સર્કલ પાસે 62.42 લાખના ખર્ચે બનશે ગાર્ડન મોરબીના ત્રાજપર રોડ ઉપર અધિકારી-કોન્ટ્રાક્ટરની બેદરકારીથી લોકોના વાહનોમાં નુકશાન મોરબી : માળીયા (મી) ના વેણાસર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલા યુવાનનું સારવારમાં મોત મોરબી : માળીયા (મી) ના મોટા દહીસરા ગામે તળાવમાં ડૂબી જવાથી મોરબીની યુવતીનું મોત મોરબી જિલ્લા-5 તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટેનું રોટેશન જાહેર કરાયું ઈરાન-ઇઝરાયલનું યુદ્ધ મોરબીમાં આવેલ વિશ્વ કક્ષાના સિરામિક ઉદ્યોગનો મૃત્યુ ઘંટ વગાડશે !: નેચરલ-પ્રોપેન ગેસના ભાવમાં બમણો વધારો રેકોર્ડ બ્રેક સંખ્યા: મોરબીમાં સમસ્ત જૈન સમાજની સંયુક્ત આયંબિલ ઓળીમાં તપસ્વીઓનો આંકડો ૫૫૧ સુધી પહોચ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં ગેસ લીકેજના બનાવમાં દાઝી જતા ચાર બાળકો સારવારમાં


SHARE











મોરબીમાં ગેસ લીકેજના બનાવમાં દાઝી જતા ચાર બાળકો સારવારમાં

મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામ પાસે સિરામિકના કારખાનાના લેબર ક્વાર્ટરમાં ગેસ લીકેજની ઘટના બની હતી.જે બનાવમાં દાજી જવાથી એક બાળક અને ત્રણ બાળકી એમ કુલ ચાર બાળકોને સારવાર માટે ખસેડાયા હતા.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના જેતપર રોડ ઉપર આવેલા રંગપર ગામે લિવિટ સીરામીક નામના યુનિટના લેબર કવાર્ટરમાં રહીને ત્યાં મજૂરી કામ કરતા પરિવારના બાળકો કારખાનાની લેબર રૂમમાં રમતા હતા.ત્યારે આગ લાગી હતી અને આ બનાવમાં પ્રિયા બરેજા (ઉંમર ૨) સંજીતી સિંગ (ઉંમર ૧) સંગીતા સિંગ (ઉમર ૧૧) અને કાર્તિક સિંગ (ઉમર ૫) એમ ચાર બાળકો દાજી ગયા હતા.જેથી શહેરના સામાકાંઠેની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા અને આ બાબતે જાણ થતા તાલુકા પોલીસ મથકના એ.પી.જાડેજા દ્વારા નોંધ કરીને આગળની તપાસ શરૂ કરવામાં આવી હતી.વધુમાં સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે બાળકો ઓરડીમાં રમતા હતા તે પૂર્વે તેમના પિતા ગેસનો બાટલો બદલાવીને બીજો બાટલો ચડાવીને કામે ગયા હતા અને દરમિયાનમાં રેગ્યુલેટર ચાલુ રહી ગયું હોય કોઈ કારણોસર બંધ ઓરડીમાં ગેસ પ્રસરી ગયો હતો અને બાદમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો જેમાં ચાર બાળકો દાજી ગયા હોવાનું હાલ પ્રાથમિક ધોરણે જાણવા મળે છે.

મારામારીમાં ઈજા થતા સારવારમાં
મોરબીના સામાકાંઠે આવેલ ત્રાજપર ખારી વિસ્તારમાં મારામારીનો બનાવ બન્યો હતો.જ્યાં ઘર પાસે બનેલ મારામારીના બનાવમાં સોમીબેન માંડણભાઈ ભીમાણી (ઉમર ૪૫) અને માંડણભાઈ તળશીભાઇ ભીમાણી (ઉમર ૪૬) ને ઇજાઓ થતા સિવિલે સારવાર માટે લઈ જવાયા હતા.તે રીતે જ મારામારીનો બીજો બનાવ મોરબીના નટરાજ ફાટક પાસે બન્યો હતો.જેમા મહાદેવના મંદિર પાસે થયેલ મારામારીના બનાવમાં માથાના ભાગે પથ્થર લાગતા રાજુભાઈ રસિકભાઈ જોશી (ઉમર ૪૫) રહે.ઘુંટુ રોડ સ્મશાન પાસે સામાકાંઠે મોરબી-૨ વાળાને ઇજા થતાં તેને પણ સિવિલે સારવાર માટે ખસેડાયો હતો.બનાવને પગલે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા દ્વારા ઉપરોક્ત બંને બનાવની તપાસ કરવામાં આવી હતી.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબીના નવલખી રોડ લાયન્સનગર વિસ્તારમાં રહેતા મગનભાઈ ભીખાભાઈ વાઘેલા નામનો ૩૮ વર્ષનો યુવાન તા.૬ ના રાત્રીના નવેક વાગ્યે પોતાના બાઈકમાં કારખાના બાજુથી ઘર બાજુ પરત આવતો હતો ત્યારે હળવદ રોડ ઉપર આવેલ સીએનજીના પંપ પાસે બાઈક સ્લીપ થવાનો બનાવ બન્યો હતો.જેમાં ડાબા પગે ઇજા થતાં તેને ખાનગી હોસ્પિટલે સારવાર માટે ખસેડાયો હતો.






Latest News